કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 29 : નાની ઉંમરે જ પોતાના અદ્ભુત
કૌશલ્ય અને સખત મહેનતનો પરિચય કરાવનાર નાનકડી હિયા ગાલાએ જિમ્નાસ્ટિક ક્ષેત્રે નોંધપાત્ર
સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. હાલમાં હૈદરાબાદ ખાતે યોજાયેલી આઈએસએસઓ નેશનલ જિમ્નાસ્ટિક
ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હિયા રસેશ નેણશી ગાલા (ભચાઉ)એ હૈદરાબાદ
ખાતે 2026-2027ની જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં
સુવર્ણચંદ્રક (વોલ્ટ), રજતચંદ્રક
(બેલેન્સ બીમ), રજતચંદ્રક (અન ઈવન બાર્સ) અને ઓલરાઉન્ડ ચેમ્પિયનશિપમાં
દ્વિતીય સ્થાન મેળવ્યું છે. હિયા ગાલાએ માત્ર 4 વર્ષની ઉંમરે જિમ્નાસ્ટિક્સની શરૂઆત કરી
હતી, જે સફર આજે અનેક મેડલ અને ટ્રોફી સુધી પહોંચી
છે. નિયમિત પ્રેક્ટિશ, શિસ્ત અને રમત પ્રત્યેના ઊંડા લગાવ સાથે
પોતાની પ્રતિભાને નિખારી છે. હિયાએ સ્ટેટ લેવલની જિમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ
અને બે સિલ્વર મેડલ જીતીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો. આ સિવાય ઓલરાઉન્ડર કેટેગરીમાં
પ્રથમ સ્થાન મેળવીને પ્રથમ વિજેતાની ટ્રોફી જીતી હતી. રાજ્યકક્ષાની ચેમ્પિયનશિપ માટે
પસંદગી મેળવીને પોતાની કેરિયરમાં એક પીંછું ઉમેર્યું હતું. ત્યારબાદ હૈદરાબાદ ખાતે
યોજાયેલી આઈએસએસઓ નેશનલ ગેમ્સ 2026-2027ની જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ
સહિત કુલ ચાર મેડલ જીત્યા અને ઓલરાઉન્ડ ચેમ્પિયનશિપમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.