• રવિવાર, 01 નવેમ્બર, 2026

ભચાઉમાં આસોની શાશ્વતી નવપદજી ઓળીની આરાધના સંપન્ન

ભચાઉ, તા. 31 : ભચાઉ વીશા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે આસો માસની શાશ્વતી નવપદજી ઓળીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુનિરાજ તીર્થદેવવિજયજી, મુનિરાજ તીર્થધ્યાન વિજયજી, મુનિરાજ તીર્થકલ્યાણ વિજયજી  તેમજ સાધ્વીજી જિનેશ્વરાશ્રીજી, આદિ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આ ધાર્મિક મહોત્સવ યોજાયો હતો અને આરાધનાના પારણા સંપન્ન થયા હતા. આ તપશ્ચર્યામાં 41 જેટલા ઓળીના આરાધકો જોડાયા હતા. આ પ્રસંગે ઓળીના લાભાર્થી  પ્રેમીલાબેન નેણશીભાઈ ગોરધનભાઈ સાંતુદા, પરિવાર હસ્તે સ્વ. બીનાબેન જયેન્દ્રભાઈ સાંતુદા તથા મમતાબેન મહેશભાઈ સાતૃઢા (મુંબઈ-ભચાઉ) તરફથી તમામ આરાધકોને પારણાં કરાવાયાં હતાં તેમજ થર્મોસ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભચાઉ જૈન સંઘના ભાવિકભક્તો દ્વારા 700 રૂપિયાની પ્રભાવના કરવામાં આવી હતી. સમારોહ દરમિયાન ભચાઉ જૈન સંઘ દ્વારા લાભાર્થી પરિવારનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનને સફળ બનાવવામાં ભચાઉ જૈન સંઘના પ્રમુખ ધીરજલાલ મહેતા, ટ્રસ્ટી સતીષ મહેતા, પ્રવીણ ગાંધી, મહેન્દ્ર ભણશાલી, લાભાર્થી પરિવારના જયેન્દ્રભાઈ સાંતુદા, મહેશભાઈ સાતુંદા તેમજ ધનસુખ મોરબિયા, ધર્મેશ મહેતા, હસમુખ સંઘવી, મહાસુખ મોરબિયા, દીપક વોરા, ચેતન સી.એ., રમેશ શાહ, દીપક દોશી, શનિ શાહ, ભવ્ય શાહ, તીર્થ શાહ, અક્ષય શાહ સહિત જૈન યુવક મંડળ અને સમગ્ર જૈન સમાજના ભાઈ-બહેનોએ સેવા આપી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd