• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

રાપરમાં સ્વદેશી મેળાનો પ્રારંભ

રાપર, તા. 30 : રાપર નગરપાલિકા દ્વારા શહેરના નાગાસર તળાવ ખાતે આયોજિત `સ્વદેશી મેળો-2026'નો આરંભ કરાયો હતો.કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. સ્થાનિક કારીગરો અને વ્યવસાયિકોને પ્રોત્સાહન આપી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનાં ઉદ્દેશથી આયોજિત અને નગાસર પરિસરમાં 30 જુદા જુદા સ્વદેશી અને સ્થાનિકમાં જ ઉત્પાદિત વસ્તુઓનાં સ્ટોલ ધરાવતા આ મેળાનાં ઉદ્દઘાટન પ્રસંગે પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ નાગરિકોને રાજિંદા જીવનમાં વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. મેળામાં ભાગ લેનારા વ્યવસાયિકો, કારીગરો અને સ્વસહાય જૂથોને આર્થિક રીતે પગભર બનાવવા માટે સરકારની વિવિધ બેંકેબલ સબસિડી યોજનાઓ અને અન્ય સુવિધાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રાપર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાના માધ્યમથી સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘન કચરા વ્યવસ્થાપન (જઠખ) રૂલ્સ-2026 અંતર્ગત શહેરમાં કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન માટે ચાર પ્રકારના કચરાના વર્ગીકરણ અંગે માહિતી, શિક્ષણ અને સંચાર (ઈંઊઈ) પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.  આ પ્રસંગે પ્રભારી મંત્રી, ધારાસભ્ય સહિત ઉપસ્થિત મહેમાન  અને નગરપાલિકાના પદાધિકારીઓએ નાગરિકો પાસે `સ્વચ્છતા સંકલ્પ પત્ર' ભરાવવા સાથે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, ઉપપ્રમુખ વિકાસ રાજગોર, મંત્રી ઉમેશ સોની, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ઢીલા, પુર્વ પ્રમુખ હમીરજી સોઢા, મામલતદાર એચ.બી.વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, નગરપાલિકાનાં મુખ્ય અધિકારી સંદિપાસિંહ ઝાલા, ભીખુભા સોઢા, ડોલરરાય ગોર, લાલજી કારોત્રા, પ્રદિપાસિંહ સોઢા, ભગુદાન ગઢવી, મહેન્દ્રાસિંહ વાઘેલા, મદુભા વાઘેલા, મહાવીરાસિંહ જાડેજા, કાઉન્સિલરો, રાજકીય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન અને વ્યવસ્થા નગરપાલિકાનાં કર્મયોગીઓએ સંભાળી હતી. પ્રભારી મંત્રી અને ધારાસભ્ય દ્વારા નગરપાલિકા દ્વારા નગાસર રોડ પર ઊભી કરવામાં આવેલી 40 સ્ટોલ ધરાવતી હંગામી ફટાકડા બજારનું પણ ઉદઘાટન કરી મુલાકાત લેવામાં આવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd