• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

મગફળીની પેદાશ શ્રમિકોની દિવાળી સુધારશે

ફકીરમામદ ચાકી દ્વારા : કોટડા (ચ.) તા. 30 : દિવાળીના તહેવારો દરમ્યાન ચોમાસુ મગફળીનો પાક અંકે કરતા મજૂરો રોજના રૂા. 800થી હજારેક રળી લે છે. પિયત ખેતીમાં પણ ચોમાસાના વરસાદના પાણીની આ પાકને ખાસ જરૂરત હોય છે. આ વરસે ઓછા વરસાદના કારણે વરસાદનું પાણી સમયસર પુરતા પ્રમાણમાં ન મળતા પેદાશમાં ગુણવતા થોડી નબળી હોવા છતાં આ રોકડિયા પાકની ભુજ, અંજાર અને મુંદરા તાલુકાના ખેડૂતો મોટા પાયે વાવેતર કર્યું છે.  સારી માવજત, ખાતર પાણી અને આ ચોમાસુના ખાસ ખેત પેદાશ મગફળી એકર દીઠ 20થી 25 મણની આવક આપે પણ આ વરસે દિવાળીના તહેવારો દરમ્યાન તૈયાર થતી મગફળી ઓછા વરસાદના કારણે ખેડૂતોને ઓછા વળતરથી ચલાવવું પડશે છતાં મહેનતનો બદલો તો મળવાનો જ છે. મગફળીનો ત્રણ તાલુકાઓના ગામડાઓ મોટા પાયે વેપાર લે-વેચ કરતા આ પંથકના સેન્ટર સમા આ ગામે લગભગ ચાર-પાંચ જથ્થાબંધ વેપારીઓ છે જેઓ વિવિધ ખેતપેદાશોની લે-વેચ કરે છે. વિશ્વાસ બ્રોકરના ખેડૂત અને વેપારી એવા નારાણભાઈ મહેશ્વરી સાથે નિલેશભાઈ, ભગુંભાઈ ઠક્કર જણાવે છે કે, ભલે પિયત મગફળીના પાકને સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદનું પાણી ન મળીયું છતાં આવક સારી છે પણ ગુણવતામાં થોડો ફેર પડયો છે. હાલે 40 કિલો મગફળી (મણના) રૂા.3300થી 3800 આસપાસ છે. આ ખેતી આસો મહિના દરમ્યાન આવક શરૂ થતાં ખેડૂતો સાથે વેપારીઓ અને મગફળીની તૈયાર પેદાશ વેપારીઓના ગોદામો સુધી પહોચાડનારા મજૂરોને પણ પુરતું વળતર મળી રહે છે. માયાભાઈ મહેશ્વરી, સામજીભાઈ જમાલ સુમરા, ઈમરાન મીણા અને ઈકબાલ મમણ કહે છે, ચોમાસુ મગફળીનું મજૂરી કામ એકાદ મહિનો ચાલે પછી એરંડા, કપાસ, જીરુ વગેરે ખેડૂતોની ખેતપેદાશો અમને વેપારીઓ દ્વારા રોજી આપે છે. અહીં પાંચેક ખેતપેદાશોની તોલમાપ કરતી ગેંગો દ્વારા કામ કરતા મજૂરો રોટલો રળે છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd