• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

કચ્છીએ બનાવી સંગીતપ્રેમીઓ માટે વિશિષ્ટ વેટલી ફેશન : તિરથા

ભુજ, તા. 30 : સંગીતપ્રેમીઓ એક જ જગ્યો ગઝલ, ભજન, કીર્તન, સ્તુતિ, શ્લોક સહિતનું સંગીત સાંભળી શકે એ માટે એલએલડીસીના મેનેજર અને ઓશા ભક્ત મહેશ ગોસ્વામીએ `તિરથા' નામની એક મોબાઇલ એપ લોન્ચ કરી છે જેને સારો આવકાર મળી રહ્યો છે. આ વિશે વધુ માહિતી આપતાં મહેશભાઇ કહે છે કે દશેરાના દિવસે આ એપ લોન્ચ કરી હતી અને દિવસા દિવસ મોબાઇલમાં ઇન્સ્ટોલ અને રજિસ્ટ્રેશનની સંખ્યા વધી રહી છે. દેશ અને વિદેશમાંથી પણ તેના ચાહકો વધી રહ્યા છે. તેમના કહેવા મુજબ યુ-ટયૂબ જેવા પ્લેટફોર્મ પર ચાલુ ગીતે જાહેરાતો આવી જતી હોય છે પણ મારી એપ્લકેશનમાં તેવું નથી. વળી મોબાઇલ બંધ હોય ત્યારે પણ આ એપ ચાલુ રહેશે. જાણીતા કલાકારોના ભજન, કીર્તન, શ્લોક, સ્તુતિ, ધ્યાનને લગતા સંગીતના અલગ અલગ ફોલ્ડર બનાવીને આ એપને તૈયાર કરી છે. સ્વામી સત્યદર્શન તરીકે જાણીતા મહેશભાઇએ સંપૂર્ણ ફ્રી એવી આ એપ્લીકેશનનો લાભ લેવા લોકોને અપીલ કરી છે. https//teertha.abgo.in પરથી આ એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાય છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd