ગાંધીધામ, તા. 30 : ભારતના ચોખા નિકાસ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવા માટે, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભાગીદારી
વધારવા સહિતના મદે દિલ્હી ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય રાઈસ કોન્ફરન્સમાં વિવિધ બાબતો
અંગે મંથન થયું હતું. આ પરિસંવાદમાં ડીપીએના
સચિવ, ગાંધીધામ ચેમ્બરના સભ્યોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી
ચિરાગ પાસવાનના હસ્તે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદની ઉપસ્થિતીમાં કરાયું હતું. આઈ.આર. એફ.ઈના
પ્રમુખ પ્રેમ ગર્ગના નેતૃત્વ તળે યોજાયેલા
આયોજનમાં ભાજપના વરિષ્ઠ નેતા પ્રદિપ ગાંધી, વિવિધ દેશના રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય ખરીદદારો, ચોખા નિકાસકારો, મિલ માલીકો, શિપિંગ લોજીસ્ટિકના નિષ્ણાતો જોડાયા હતાં.આ
પ્રસંગે દિનદયાળ પોર્ટ ઓથોરિટીના સચિવ વાય.કે
સિંઘે સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી
હતી. તેમણે વેલ્યુએડેડ રાઈ પ્રોડકટ ઉપર આધારીત
સત્રમાં વકતાઓને આવકાર્યા હતાં. તેમણે ભારતની
ચોખા નિકાસને વેગ આપવામાં બંદરો, કાર્યક્ષમ શિપિંગ કનેકિટવિટી, અને લોજીસ્ટિક સેવાઓની મહત્ત્વપૂર્ણ
ભુમિકાઓ ઉપર પ્રકાશ પાડયો હતો. આ ચર્ચામાં
મૂલ્યવર્ધન , ઉદ્યોગો
વચ્ચે સહયોગ, અને વૈશ્વિક બજારોમાં ભારતની સ્પર્ધાત્મકતા ઉપર વિશેષ ભાર મુકાયો હતો. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના શિપિંગ લોજીસ્ટિક ક્ષેત્રના
સભયોએ સંમેલનમાં ભાગ લઈને પ્રદેશના દરિયાઈ
વેપાર , અને ભારતના ચોખા
નિકાસ ઉદ્યોગ છચ્ચેના મજબૂત સંબંધો ઊજાગર કર્યા
હતાં. ઉપસ્થિત સભ્યો પૈકી નરેન્દ્ર રામાણી, વિનોદ પીલ્લઈ,
સુરોજીત ચક્રવર્તી, રાજુ પેરૂમલ, નિકિત રામદાસાણી, તુલશી ગુપ્તા, તપસ નાયક, રાકેશકુમાર
ગુજ્જર, રાહુલ તન્ના, તેમજ શિપિંગ, લોજીસ્ટિક, અને તેને સંલગ્ન ઉદ્યોગ અને અન્ય પ્રતિનિધિઓએ
ભાગ લીધો હતો. તેમની ભાગીદારીએ ચોખા નિકાસકારોએ વિશ્વસનીય શિપિંગ, કાર્યક્ષમ
કાર્ગો હેન્ડલિંગ,બંદર સેવાઓ,અને સંકલીત
લોજીસ્ટિક સેવાઓ અંગે તૈયારી દર્શાવી હતી.
નરેન્દ્ર રામાણીએ જણાવ્યું હતુ કે,
આ પરિષદ ચોખાના નિકાસકારો અને લોજીસ્ટિક-શિપિંગ ક્ષેત્ર માટે સહયોગ, ટાનની આપ લે અને વ્યવાસાયીક અવસર ઊભા કરવા માટેનું મહત્ત્વનું મંચ સાબીત થયું
છે. ભારતની ચોખા નિકાસને વૈશ્વિક બજારમાં વધુ
સ્પર્ધાત્મક બનાવવા માટે કાર્યક્ષમ લોજિસ્ટિક અને મજબૂત બંદર વ્યવસ્થા અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામ ચેમ્બર
પ્રમુખ તેજાભાઈ કાનગડે આઈ.આર. ઈ.એફ અને તેના
રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રેમ ગર્ગને સંમેલનના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રકારના
મંચો ભારતના નિકાસ ઉદ્યોગને વિવિધ તકો પૂરી પાડશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. માનદ
મંત્રી મહેશ તિર્થાણીએ ચોખા નિકાસ સાથે સંકળાયેલા વિવિધ ક્ષેત્રોને એક મંચ પર લાવવાની
આઇ આર ઈ એફની પહેલ પ્રશંસનીય હોવાનું જણાવ્યું હતું.