• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

દિલ્હીમાં આજે `સડક પર સંસદ' કાર્યક્રમ

નવી દિલ્હી, તા. 30 : રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું  હતું કે, દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને થનારો `સડક પર સંસદ' કાર્યક્રમ શનિવારે થશે. તેમણે કહ્યું હતું કે, `અમે વરસાદના કારણે આજનો કાર્યક્રમ કાલે કરવાનો નિર્ણય કર્યો છે. એ પછીના દિવસે રામલીલા મેદાન પર માર્ચ કરશું, અમે આ કાર્યક્રમમાં રાજકીય, વિદ્યાર્થી સંગઠનો અને બધા લોકોને આવવા માટે અપીલ કરી છે. સડક પર સંસદ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ મહાભિયોગ લઇ અવાશે. મહાભિયોગમાં જનતા કે રાજકીય પક્ષો કોઇ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિના વિરુદ્ધ લોકો વિરોધ પ્રદર્શિત કરે છે. વિપક્ષી જૂથ ઇન્ડિયા બ્લોક પહેલી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં `વોટ બચાઓ, દેશ બચાવો' રેલી યોજશે, જ્યારે સમાજવાદી પાર્ટીએ એમએલસી ચૂંટણી ભાજપે બેઇમાનીથી જીતી હોવાનું જણાવ્યું હતું. સપા નેતા ધર્મેન્દ્ર યાદવે કહ્યું હતું કે, બધા વિપક્ષો જે લડાઇ કરી રહ્યા છે તેને દેશના લોકો સમજી ગયા છે, તેઓ સમર્થન આપી રહ્યા છે. યુપીમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપને તે કેટલો પાછળ છે તેનો અહેસાસ કરાવ્યો હતો, જે બેઠક તેઓ જીત્યા છે તે બેઇમાની અને કપટથી જીત્યા છે. શિક્ષિત લોકોએ સપાને બધી બેઠકો  ઉપર મજબૂત બનાવી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd