મુંદરા, તા. 30 : તાલુકાના વાંકી ગામના કોળી સમાજે કરેલી ઐતિહાસિક
પહેલમાં એમની 150 વર્ષ જૂની દફન પ્રક્રિયાને બદલે હિન્દુ સનાતન
વિધિ મુજબ અગ્નિસંસ્કાર અંતિમવિધિ કરી હતી.
ગામના સિધિકભાઈ સામતભાઈ કોલીનું ગઈકાલે રાત્રે અવસાન થયું હતું. જેમને ગુરુવારે સવારે
સરપંચ ભરતાસિંહ જાડેજાના હસ્તે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. મુંદરા તાલુકા કોળી સમાજ
પ્રમુખ મનજીભાઈ કોળીએ જણાવ્યું કે, લગભગ 150 વર્ષ જૂની પ્રથાનો અંત આવ્યો છે. લગભગ દસ દિવસ પહેલાં મોખા ગામમાં પણ આ રીતે
સમાજના એક વ્યક્તિની અગ્નિસંસ્કાર વિધિ કરાઈ હતી. આજની અંતિમ વિધિ વખતે વાંકી ગ્રામ
પંચાયત સદસ્ય રામજીભાઈ કોળી, બાવલા ભચુ,
દાવધભાઈ કોળી અને વાંકી તેમજ આસપાસના ગામના વિવિધ સમાજના અગ્રણીઓ
જોડાયા હતા.