• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

અંજાર તા.ના ભુવડની શાળાઓમાં વિદ્યાર્થીઓને સારા-ખરાબ સ્પર્શ અંગે અપાયું માર્ગદર્શન

અંજાર, તા. 30 : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અંતર્ગત અંજાર તાલુકાના ભુવડ ગામ ખાતે સેફ ટચ-અનસેફ , માસિક સ્વચ્છતા (મેનસ્ટ્રુઅલ હાઈજીન), કિશોરાવસ્થા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા મહિલા અને બાળ અધિકારી  અવનીબેન રાવલના માર્ગદર્શન તળે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના આચાર્ય  શંભુભાઈ,જેન્ડર સ્પેશિયાલિસ્ટ  પૂજાબેન પરમાર, દીપ્તિબેન ઠક્કર તથા એસ.એફ.એલ ક્રિષ્નાબેન ભુડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં દરમિયાન ડિસ્ટીક્ટ મિશન કો-ઓર્ડિનેટર  ફોરમબેન વ્યાસે વિદ્યાર્થીનીઓને સારા અને ખરાબ સ્પર્શ અંગે સમજણ આપી  હતી.  બાળકોને મુશ્કેલી, અસુરક્ષા, શોષણ કે સંકટની પરિસ્થિતિમાં મદદ અને રક્ષણ મેળવવા માટે 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની વિગતો અપાઈ હતી. તેમજ કિશોરીઓને માસિક સ્વચ્છતા (મેનસ્ટ્રુઅલ હાઈજીન) અંગે માર્ગદર્શન આપતાં માસિક દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, યોગ્ય મેનસ્ટ્રુઅલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો, તેને સમયાંતરે બદલવા તથા વપરાયેલ પ્રોડક્ટ્સનો યોગ્ય રીતે નિકાલ સહિતના મુદે માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમ દરમ્યાન છાત્રોને સાયબર સલામતી અંગે જાગૃત કરાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd