• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

ગુજકોસ્ટ-વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ વિદ્યાર્થીઓ અને સામાન્ય જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કટિબદ્ધ

ભુજ, તા. 30 : ગુજરાત રાજ્યના `સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા કચ્છમાં `રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ'ની જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ આયોજન ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી-મુંબઈ સંચાલિત કચ્છમિત્ર જિલ્લા  લોક વિજ્ઞાન કેન્દ્ર-ભુજના સક્રિય સંકલન અને સહયોગથી સંપન્ન થયું છે. આ મહોત્સવનો મુખ્ય વિષય `િવજ્ઞાન અને સમાજ' નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) : મિત્ર, ઉપકરણ કે ખતરો?, ઇલેક્ટ્રિક વાહનો (EV) : આગળનો માર્ગ, આંતરતારકીય આવાસ (Interstellar Habitats)  તેમજ મહાસાગરોની પુન: સ્થાપના જેવા વિષયો પર મૌલિક અને પ્રેરણાદાયી નાટય-કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં ગુજકોસ્ટના ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અને સચિવ પી. ભારતીના વડપણ હેઠળ ગુજકોસ્ટ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ વિદ્યાર્થીઓ અને સામાન્ય જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કટિબદ્ધ છે. આ કાર્યક્રમમાં નાટક તજજ્ઞ ડો. અર્ણવ અંજારિયા, પકંજભાઈ ઝાલા, આશુતોષ મહેતા, કુલદીપ સંધા, શીતલકુમાર પંડયા, પ્રવીણ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. પ્રથમ નંબરે કે.જી. સાવલા હાઇસ્કૂલ (રામાણિયા), બીજા નંબરે પ્રયાસ ગુરુકુળ (કુકમા)  અને ત્રીજા નંબરે શ્રીલેખા  પ્રાથમિક કન્યા શાળા (ભુજ), વિજેતા થયા હતા. આ સાયન્સ ડ્રામામાં બેસ્ટ ડાયરેક્ટર તરીકે ત્રણ ટુકર કન્યા વિદ્યાલયના સંઘવી ભૂમિ, બેસ્ટ ક્રીપ્ટ રાઈટર તરીકે જયશ્રીબેન ત્રિવેદી (કે.જી. સાવલા હાઇસ્કૂલ-રામાણિયા),   બેસ્ટ અભિનેતા તરીકે ચાવડા જયવીર (કે.જી. સાવલા હાઇસ્કૂલ-રામાણિયા), બેસ્ટ અભિનેત્રી તરીકે મિષ્ટી મહેશભાઈ શેરશિયા (શ્રીલેખા કન્યા વિદ્યાલય-ભુજ)ની પસદંગી કરવામાં આવી હતી. વિજેતા થયેલા તમામને શિલ્ડ અને ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર અપાયા હતા. જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા બનેલ શાળા અગામી તા. 14-15 ઓક્ટોબરે રાજકોટ ખાતે યોજાનાર બે દિવસીય રાજ્યકક્ષાના ગ્રાન્ડ ફિનાલેમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જ્યાંથી રાજ્યકક્ષાની વિજેતા ટીમ પશ્ચિમ ઝોનલ સ્પર્ધા (નેહરુ સાયન્સ સેન્ટર-મુંબઈ) અને ત્યારબાદ રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા (સાયન્સ સિટી-કોલકાતા)માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તમામ સહભાગી ટીમોને પ્રમાણપત્ર તેમજ વિજેતાઓને ટ્રોફી અને  મીઠીબેન ટોકરશી શાહ પરિવારના  મણિલાલ ટી. શાહ દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ માટે વિજેતા ટીમને ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ ડો. જે.જે. રાવલ, રિજનલ સાયન્સ સેન્ટર-ભુજના ડાયરેક્ટર વિરલ પરમારે શુભેચ્છા પાઠવી હતી. વ્યવસ્થા નિરવ રાઘાની, તુષાર હાથી અને મહેશ ફફલ વગેરેએ સંભાળી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd