• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

રામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા બે આગેવાનને અંજલિ અપાઇ

કુકમા (તા. ભુજ), તા. 30 : નિવૃત્ત જિલ્લા આયુર્વેદ અધિકારી અને ઉમદા વ્યક્તિ ડો. અમિતભાઈ ત્રિપાઠીની દર્દીઓ પ્રત્યેની કરુણા અને તેમની સેવા સુવાસ હંમેશ માટે યાદ રહેશે તેવું જણાવી  કુકમા ખાતે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા તેમને ભાવભરી અંજલિ અપાઇ હતી. આ ઉપરાંત કચ્છમાં સ્વાધ્યાય પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા અંજાર તાલુકાના નિંગાળના વતની હમીરભાઈ આહીરનું પણ જૈફ વયે અવસાન થતાં તેમને પણ અંજલિ અપાઇ હતી. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનોજભાઈ સોલંકીએ કહ્યું કે, તેઓ સંસ્થા સાથે ખૂબ આત્મીય ભાવથી જોડાયેલા હતા અને અહી પોતાની આરોગ્ય સેવાઓ આપવા સદા તત્પર રહેતા હતા. સાથે-સાથે ઔષધીય વનસ્પતિ પ્રત્યે અવારનવાર કાર્યક્રમો પણ કરાવીને લોકોમાં જાગૃતિ કેળવતા હતા. હમીરભાઈનું સમાજમાં સ્વાધ્યાય પરિવારના વિચારોના પ્રસારમાં મહત્ત્વનું પ્રદાન હતું. સ્વ. હમીરભાઈ આહીર કચ્છમાં સજીવખેતી કરતા ખેડૂતોમાં સૌથી જૂના ખેડૂત મગનભાઈ આહીરના પિતા થાય છે. ડો. અમિતભાઈના પુત્ર નિકુંજભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી જ્યોતિબેન સોલંકી, જનરલ મેનજર ડો. વિરાભાઈ ચાવડા સહિત તમામ કાર્યકર્તાઓએ બે મિનિટ મૌન પાળી પુષ્પાંજલિ અર્પણ કરી હતી  સંચાલન શૈલેન્દ્રાસિંહ જેઠવાએ કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd