• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

કચ્છના પ્રગતિશીલ ખેડૂતો દેશ માટે પ્રેરણારૂપ બન્યા

ભુજ, તા. 30 : કચ્છનો જિલ્લાકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ ગોકુલધામ સમાજવાડી, કોટડા ઉગમણા ખાતે યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, કચ્છનો સર્વાંગી વિકાસનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. ભૂકંપ બાદ સરકારના પ્રયાસોથી કચ્છ જિલ્લાની કાયાપલટ થઈ છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતો સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યા છે. રાજ્યમંત્રીએ ખેડૂતોને સરકારની દરેક કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.  સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના થકી અનેક ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ખેતીના સાધનો સહિત જરૂરી સામગ્રીની ખરીદી માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણાસિંહ વાઘેલાએ સૌને આવકાર્યા હતા. કચ્છમાં 75 સ્થળે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લાના 1.19 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂા. 23.91 કરોડથી વધુની આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગ્રણીઓએ બાગાયત, પશુપાલન, મિશન મંગલમ સખી મંડળો અને કૃષિ આધારિત યોજનાકીય સ્ટોલની મુલાકાત લીધી હતી. ખેડૂતોને જીવામૃત બનાવવા માટે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.  જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશભાઈ ચાવડા, જિ. ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ, એપીએમસીના ડિરેક્ટર શંભુભાઈ જરૂ, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા તાલુકાના નિરોણા ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોના હસ્તે પાંચ ખેડૂત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પૂર્વ મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર પ્રગતિશીલ નવ ખેડૂતનું સન્માન કરાયું હતું.  ભચાઉ તાલુકાના રતનપર ખાતે ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસ ઊજવાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, આગેવાનો ખેડૂતો હાજર રહ્યા હતા. ભચાઉ તાલુકાના વીજપાસર રામમંદિર ખાતે ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણીના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી.  તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતો પ્રગતિશીલ પાંચ ખેડૂતનું સન્માન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકાસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય ભરતાસિંહ જાડેજા, મામલતદાર મોડાસિંગ રાજપૂત, ખરીદ વેચાણ સંઘના મંત્રી શંકરભાઇ રબારી, આગેવાન સુરેશભાઇ મકવાણા, જોરાભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd