• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

સતાપર ગોવર્ધન પર્વત ખાતે શરદોત્સવની ઉમંગે કરાઈ ઉજવણી

અંજાર, તા. 26 :  તાલુકાના સતાપર ગામે આવેલા ગોવર્ધન પર્વત ખાતે શરદોત્સવની ઉમંગે ઉજવણી કરવામાં આવી હતી. સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના સાંનિધ્યમાં  આયોજન કરાયું હતું. આ ધાર્મિક ઉત્સવ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉત્સવમાં મોટી સંખ્યામાં રસિકજનો અને શ્રદ્ધાળુઓ ઊમટી પડયા હતા. આ વેળાએ ધાર્મિકવિધિ અને પૂજન કરવામાં આવ્યું હતું. મહંત ત્રિકમદાસજી મહારાજે આશીવર્ચન આપ્યા હતા. ભજન-કીર્તનના સૂર અને ભક્તિના રંગે સમગ્ર પરિસર ગૂંજી ઊઠયું હતું. આ દરમ્યાન રાસોત્સવ આકર્ષણનું કેન્દ્ર બ્ન્યો હતો. મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત રાસની રમઝટ અને ભક્તિભાવ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રસીકજનો માટે મહાપ્રસાદ, દૂધ-પૌવાનું આયોજન કરાયું હતું. આ તકે એનસીસીના 400 વિદ્યાર્થીએ પણ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd