ભુજ, તા. 26 : કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ
સ્ટડીઝ વિભાગ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની રિસર્ચ એન્ડ ફેસિલિટીઝ પ્રોત્સાહન
યોજના અંતર્ગત નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી `હ્યુમન કેપિટલ ફર્સ્ટ : ડ્રાઇવિંગ ઇન્ડિયા'ઝ સસ્ટેઇનેબલ અન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ ટુવર્ડસ
વિકસિત ભારત એટ 2047' વિષય પર બે
દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં કુલ 195 સહભાગીએ નોંધણી કરાવી હતી.
123 ઓફલાઇન અને 55 ઓનલાઇન સંશોધનપત્રની રજૂઆત
કરવામાં આવી હતી. પરિષદમાં આઈઆઈએમ અમદાવાદના પ્રો. જી.એસ. ગુપ્તા, ઈંઊઅજઅના પ્રો. આલોક કુમાર, પી.બી. સિદ્ધાર્થ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, વિજયવાડાના
વી. બાબુ રાવ, સિદ્ધાર્થ એકેડેમી, વિજયવાડાના
પ્રો. એલ.કે. મોહન રાવ, ઈંઈંઙજ, મુંબઈના
પ્રો. દેવરામ અભિમાન નાગદેવે, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ,
હૈદરાબાદના પૂર્વ નિયામક પ્રો. આર.કે. મિશ્રા, કોલકાતાના ડો. ધનપત રામ અગ્રવાલ, જમ્મુ યુનિવર્સિટીના
પ્રો. જસબીર સિંહ, અમદાવાદના પ્રો. એ.એ. શેખ, ભાવનગર યુનિવર્સિટીના પ્રો. જય બદિયાણી, ગઈઅઊછ,
નવી દિલ્હીના પૂર્વ વરિષ્ઠ સંશોધન અધિકારી ડો. દિલીપ કુમાર તથા ડો. જ્હોન
પરમારે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પરિષદનું આયોજન કચ્છ યુનિ.ના કુલપતિ પ્રો. મોહન
પટેલ અને કુલસચિવ ડો. અનિલ ગોરના સહયોગથી કરવામાં આવ્યું હતું. કન્વીનર તરીકે પ્રો.
વિજય વ્યાસ તથા સહકન્વીનર તરીકે ડો. શીતલ બાટી અને ડો. કનિષ્ક શાહે જવાબદારી નિભાવી
હતી. વિવિધ સત્રોનું સંચાલન ડો. શાહીન મેમણ અને સાહિલ ગોર દ્વારા કરવામાં આવ્યું હતું.
આયોજનને સફળ બનાવવા ભવેશ દંતાણી, પંકજ સેવક, રૂપલ દેસાઈ, વિરાલી ચૌહાણ, પ્રિયંકા
ગરોડા અને નેહા દક્ષિણી સહિત ટીમે યોગદાન આપ્યું
હતું.