• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

સમગ્ર વિશ્વને પ્રભુ શ્રીરામ અને રામરાજ્યનો પરિચય કરાવવામાં મહર્ષિ વાલ્મીકિજીનું યોગદાન અદ્વિતીય

ભુજ, તા 26 : સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીની જન્મજયંતીની ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રાનો પ્રારંભ રવિ સિનેમા સ્થિત વાલ્મીકિ સમાજ રામદેવપીર મંદિર ખાતેથી થયો હતો. દિવ્ય બ્રહ્મલોકના વૃંદાવન વિહારી સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીજીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને પ્રભુ શ્રીરામ અને રામરાજ્યનો પરિચય કરાવવામાં મહર્ષિ વાલ્મીકિજીનું યોગદાન અદ્વિતીય છે. અખંડ રામધૂન ખાતે મહાઆરતીનું આયોજન થયું હતું. આ મહાઆરતીના આયોજન બદલ રામધૂનના ટ્રસ્ટી મુકેશભાઈ પારી તેમજ કાર્યક્રમમાં સહયોગ આપનાર ટ્રસ્ટીઓનું વાલ્મીકિ સમાજના પ્રમુખ તથા સમસ્ત ટીમ દ્વારા સન્માન કરાયું હતું. કાર્યક્રમના ભોજન સમારંભ માટે લીલાધરભાઈ ચંદે તરફથી વિશેષ  સહયોગ સાંપડ્યો હતો, જ્યારે ભોજન વ્યવસ્થા બ્રહ્મ સમાજ વતી અનીકભાઈ જોષી અને તેમની ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી. આ ભોજન સમારોહ માટે દશનામ ગોસ્વામી સમાજ તરફથી સમાજની વાડી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર આયોજનમાં સામાજિક સમરસતા મંચ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લા સામાજિક સમરસતા સંયોજક કિરણભાઈ દરજી, ભુજ નગર સામાજિક સમરસતા સંયોજક બિપિનભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ભુજ નગરના સંઘચાલક મહેન્દ્રભાઈ નાકરાણી તથા સમરસતા ટીમના સભ્યો ભગીરથાસિંહ વાઘેલા, અમિતભાઈ સોની અને રસિકભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા.  કચ્છી વાલ્મીકિ સમાજના આગેવાનો પ્રમુખ પ્રવીણભાઈ ગોરી તેમજ મંત્રી કિરણભાઈ ગોરી, પ્રાદેશિક વાલ્મીકિ સમાજના અગ્રણીઓ  પ્રમુખ જિતેન્દ્રભાઈ પુરબિયા, મંત્રી મહેન્દ્રભાઈ વાઘેલા તેમજ રાજસ્થાની વાલ્મીકિ સમાજના પ્રમુખ લાલીબેન આદિવાલ તેમજ સામાજિક અગ્રણી રતનભાઇ નકવાલ તથા સલાહકાર બાબુભાઈ સોનવાલ વગેરે સહયોગી રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd