• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

જુગતા મુકતા માતાજી સ્થાનકે હોમ-હવન, સંતવાણી યોજાયા

ભીમસર (તા. નખત્રાણા) તા. 26 : આ ગામના ભીમાણા તળાવના તટ પર આવેલા શક્તિપીઠ જુગતા-મુકતા માતાજી તથા ભીમનાથ મહાદેવના સ્થાનકે અખિલ કચ્છ નાથબાવા સમાજ દ્વારા પાટોત્સવ પ્રસંગે દ્વિ દિવસીય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.  પ્રથમ દિવસે રાત્રે ભજન સમ્રાટ નવીનનાથજી નાથબાવા - ભચાઉ, જીતુ ગઢવી, નારાણ ગઢવીના ંતવાણી દ્વિતીય દિવસે સવારે રણછોડનાથ વેલનાથ બાવા-લાયજા મોટાના યજમાન પદે શાત્રી વિપુલભાઈ જોશીએ ધ્વજારોહણ, હોમ-હવન, પૂજન, આરતી, વિધિ સંપન્ન કરાવી હતી. સંસ્થાના પ્રમુખ માધવનાથજ પ્રેમજી નાથબાવાના માર્ગ દર્શનથી સંસ્થાના નાથબાવા સુરેશનાથ, હર્ષદનાથ, દર્શનનાથ, કૈલાસનાથ, સચીનનાથ, હરેશનાથ, પ્રેમજીનાથ, વિષ્ણુનાથ, શંકરનાથ, પુજારી હસમુખનાથ ઉપસ્થિત રહ્યા હતા. આહીર રવાભાઈ, માલાભાઈએ સહયોગ આપ્યો હતો.  સ્થાનકના વિકાસ માટે પરિસરમાં ડોમ-મંડપ, ઈન્ટરલોક સહિતના કામો માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરાઈ છે તેવું મુલાકાતે આવેલા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd