• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

એઇડ્સ કાર્યક્રમની માહિતીની નોંધ અંગે તાલીમ અપાઇ

ભુજ, તા. 20 : કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય એઇડસ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગની કામગીરી વધુ સુદૃઢ બનાવવા તથા હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમમાં નોંધાતી માહિતીની ગુણવત્તા સુધારવા જિલ્લા કક્ષાએ ડેટા કવોલીટી મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત તાલીમ યોજાઇ હતી. દિશા યુનિટ-કચ્છ દ્વારા આયોજિત આ તાલીમમાં જિલ્લાના તમામ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી દ્વારા એનએસીપી કાર્યક્રમની કામગીરી તથા આરોગ્ય વિભાગમાં માહિતી વ્યવસ્થાપનની અગત્યતા અંગે માર્ગદર્શન અપાયું હતું. જ્યારે ક્ષય તથા એચઆઇવી અધિકારી ડો. મનોજ દવે દ્વારા એનએસીપી કાર્યક્રમનું ઓવરવ્યૂ રજૂ કરી કાર્યક્રમ હેઠળની વિવિધ કામગીરી અંગે સમજ આપી આ કાર્યક્રમ અંતર્ગત નોંધાતા તમામ ઇન્ડિકેટર્સની સમીક્ષા કરવામાં આવી હતી.આ ઉપરાંત જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો અને સંસ્થાઓમાંથી એચએમઆઇ એસમાં નોંધાતી માહિતી તથા વાસ્તવિક કામગીરી વચ્ચે જોવા મળતી વિસંગતતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડેટા એન્ટ્રી દરમ્યાન થતી ભૂલો, અધૂરી માહિતી, ઇન્ડિકેટર્સમાં રહેલા તફાવતો તેમજ સમયસર માહિતી અપડેટ ન થવા જેવા મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સુધારાત્મક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, આયુષ્માનકાર્ડ સંબંધિત કામગીરી તથા સારવારના ડેટાની સમયસર અને યોગ્ય નોંધણીમાં કોઇ વિસંગતતા ન રહે તે ચકાસવા સૂચના અપાઇ હતી. તાલીમમાં ફિમેલ હેલ્થ સુપરવાઇઝરની એનએસીપી કાર્યક્રમ અંતર્ગત જવાબદારીઓ, વિવિધ કામગીરીના અહેવાલ તેમાં માહિતીની નોંધણી તથા ઇન્ડિકેટર આધારિત ડેટાની ચકાસણી અંગે માર્ગદર્શન અપાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd