• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

સાધારામાં ભેંસની પીઠની ગાંઠની ફરતાં પશુ દવાખાનાંએ શસ્ત્રક્રિયા કરી

ભુજ, તા. 20 : તાલુકાના સાધારા ગામ ખાતે જીએચએસ-ઈએમઆરઆઈ દ્વારા સંચાલિત 10 ગામ દીઠ ફરતાં પશુ દવાખાના (1962 હેલ્પલાઈન)ની ટીમ દ્વારા ભેંસની પીઠ પર રહેલી ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. 1962 હેલ્પલાઈન પર મળેલી જાણના આધારે પશુ સારવાર ટીમ સાધારા ગામે પહોંચી હતી. વેટરનરી ડો. સાજિદ પરમાર તથા પાઈલટ કમ ડ્રેસર પ્રવીણભાઈની હાજરીમાં જરૂરી તપાસ કરાયા બાદ ભેંસની પીઠ પર રહેલી ગાંઠનાં ઓપરેશન દરમિયાન પશુને જરૂરી સારવાર અને તકેદારી સાથે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સમયસર મળેલી સારવારના કારણે પશુને તબીબી રાહત મળી હતી. 1962 હેલ્પલાઈન દ્વારા કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોના પશુઓને તેમના ગામ સુધી પહોંચીને તાત્કાલિક પશુચિકિત્સા સેવા પૂરી પાડવામાં આવી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd