હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 23 : પ્રજા મતથી ચૂંટાતા જનપ્રતિનિધિઓને
વિવિધ પ્રજાલક્ષી કાર્યો કરવા માટે દર વર્ષે વિશેષ ભંડોળ ફાળવવામાં આવતું હોય છે. કચ્છના
જનપ્રતિનિધિઓ ગ્રાન્ટ વાપરવામાં અંકદરે સક્રિય
જોવા મળી રહ્યા છે. કચ્છમાં વર્તમાન લોકસભા અને વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના
ગ્રાન્ટ વપરાશના મળેલા સત્તાવાર આંકડાને જોતાં કેટલીક મહત્ત્વની બાબતો ઊભરીને સામે
આવી રહી છે. સાંસદ અને ધારાસભ્યોના વર્તમાન કાર્યકાળમાં સાંસદે 10 કરોડની મળતી ગ્રાન્ટ સામે 13 કરોડના કામો સૂચવ્યા છે, તો છ ધારાસભ્યોએ 31.67 કરોડના કામોની દરખાસ્ત કરી
27.79 કરોડના કોમની વહીવટી મંજૂરી
મેળવી લીધી છે. જિલ્લામાં સાંસદની ગ્રાન્ટમાંથી 10પ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે,
જ્યારે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી દરખાસ્ત કરાયેલા 1082માંથી 609 કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે.
સાંસદની ગ્રાન્ટમાંથી આઠ કરોડનાં કામોને વહીવટી મંજૂરી
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ 18મી લોકસભાના કાર્યકાળમાં બે વર્ષના ગાળામાં મળેલી 10 કરોડની ગ્રાન્ટ સામે 13 કરોડના કામો સૂચવ્યાં છે. એ
પૈકી અત્યાર સુધી 8.19 કરોડના કામોની
વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. સાંસદે 343 કામની દરખાસ્ત કરી તે સામે 203 કામની વહીવટી મંજૂરી મળી છે. 10પ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. 98 કામ પ્રગતિ હેઠળ છે. સાંસદે
બે વર્ષના ગાળામાં 80 ટકા ગ્રાન્ટનો
વપરાશ કરી દીધો છે.
રાપર-અબડાસા ધારાસભ્ય ગ્રાન્ટ વપરાશમાં આગળ
કચ્છના છ વિધાનસભા મતક્ષેત્ર પૈકી રાપર અને અબડાસાના ધારાસભ્યો
ગ્રાન્ટ વપરાશમાં મોખરે રહ્યા છે. ધારાસભ્યોને અગાઉ દોઢ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતી
હતી જે હવે વધારીને અઢી કરોડ કરવામાં આવી છે. ધારાસભ્યોના વર્તમાન કાર્યકાળના ત્રણ
નાણાકીય વર્ષમાં રાપરના ધારાસભ્યે પ.પ0 કરોડની ગ્રાન્ટમાંથી પ.4પ કરોડની ગ્રાન્ટનો વપરાશ કરી લીધો છે, તો અબડાસાના ધારાસભ્યે 4.99 કરોડની કરોડના કામોની વહીવટી
મંજૂરી મેળવી લીધી છે. છ ધારાસભ્યે વહીવટી મંજૂરી મેળવેલા 96પ પૈકી 609 કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે. 273 કામ પ્રગતિ હેઠળ છે, જ્યારે 83 કામ હજુ શરૂ
થવાના બાકી છે. ત્રણ વર્ષના ગાળામાં માંડવીના ધારાસભ્યે 4.77 કરોડ, અંજાર અને ગાંધીધામના ધારાસભ્યે 4.69 કરોડ જ્યારે સૌથી ઓછો 3.20 કરોડની ગ્રાન્ટનો વપરાશ ભુજના
ધારાસભ્ય દ્વારા કરાયો છે.
જળસંચયના કામોને અગ્રતા
જિલ્લા આયોજન અધિકારી જે.સી. રાવલે વિગતો આપતાં જણાવ્યું કે, કેચ ધ રેન અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકારે
ધારાસભ્યોને ફાળવાતી ગ્રાન્ટમાંથી પ0 લાખ રૂપિયા જળસંચયના કામો માટે ફાળવવા આદેશ જારી કરતાં જિલ્લાના
છ મતવિસ્તાર દીઠ પ્રત્યેક વર્ષે છ કરોડ રૂપિયાના જળસંચયના કામો હાથ ધરાઈ રહ્યા છે.
આ ઉપરાંત સાંસદ અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી માળખાકીય સુવિધાના વિકાસકામો હાથ ધરાતાં
હોય છે. જનપ્રતિનિધિઓ આવા કામોની દરખાસ્ત કરે છે અને તેને વહીવટી તંત્ર દ્વારા નિયમોને
આધીન રહી મંજૂરી આપવામાં આવે છે.
વિકાસ ગ્રાન્ટમાંથી આ મહત્ત્વનાં કામો હાથ ધરાયાં
સાંસદ અને ધારાસભ્યોને મળતી વિકાસ ગ્રાન્ટમાંથી કચ્છમાં જે કામો
હાથ ધરવામાં આવ્યાં છે તેમાં જળસંચયની સાથે માળખાંગત સુવિધા વિકસાવવાનાં કામો મુખ્ય
છે. આયોજન શાખામાંથી મળેલી સત્તાવાર વિગત મુજબ પાણી,
ગટર, રોડ ાઇટ, શૌચાલય નિર્માણ
જેવા માળખાકીય સુવિધાનાં કામો હાથ ધરવા સાથે
શાળાઓના નવા ભવન તેમજ ઓરડાનું નિર્માણ કોમ્યુનિટી હોલ, લાયબ્રેરી કમ રીડિંગ સેન્ટર, પેવર બ્લોક અને કમ્પાઉન્ડ
વોલ બનાવવા જેવા વિવિધ પ્રકારનાં કામો વર્તમાન કાર્યકાળ દરમ્યાન હાથ ધરવામાં આવ્યાં છે. શિક્ષણ અને આરોગ્યલક્ષી
સુવિધાઓ વિકસાવવા માટે આરોગ્ય કેન્દ્રોમાં નવા તબીબી સાધનો વસાવવાં, શાળામાં શિક્ષણ ઉપયોગી સામગ્રી વસાવવા માટે પણ જનપ્રતિનિધિઓએ ગ્રાન્ટ ફાળવી
છે. કુદરતી આફતની સ્થિતિ સર્જાય ત્યારે સાંસદ અને ધારાસભ્યો પોતાના માનતંત્રની સાથે
નિયમોને આધીન રહી અન્ય મતક્ષેત્રમાં ગ્ર્રાન્ટ ફાળવી શકે છે.
સાંસદની ગ્રાન્ટ વપરાશનું આંકડાકીય ચિત્ર
કામોની સંખ્યા રકમ (લાખમાં)
દરખાસ્ત 343 1343.00
પ્રાથમિક મંજૂરી આપેલાં કામો 219 879.00
વહીવટી મંજુરી અપાયેલાં કામો 203 819.01
પૂર્ણ થયેલાં કામો 105 378.61
ધારાસભ્યોની ગ્રાન્ટ વિશ્લેષણનું આંકડાકીય ચિત્ર
મત વિસ્તાર વર્ષ જોગવાઈની દરખાસ્ત વહીવટી વહીવટી પૂર્ણ પ્રગતિ
કુલ રકમ કામોની કામોની રકમ કામોની હેઠળના
(લાખમાં) સંખ્યા સંખ્યા (લાખમાં) સંખ્યા કામો
અબડાસા 2023-24 150.00 44 42 149.99 35 7
2024-25 150.00 48 45 150.00 40 5
2025-26 250.00 93 75 198.89 36 29
માંડવી 2023-24 150.00 80 78 150 63 16
2024-25 150.00 51 50 147.68 34 13
2025-26 250.00 84 73 178.98 44 25
ભુજ 2023-24 150.00 98 94 141.71 71 18
2024-25 150.00 96 87 134.76 35 33
2025-26 250.00 44 21 43.41 5 7
અંજાર 2023-24 150.00 44 44 150.00 42 2
2024-25 150.00 38 36 145.98 25 9
2025-26 250.00 53 38 172.92 19 15
ગાંધીધામ 2023-24 150.00 40 39 150.00 28 7
2024-25 150.00 37 34 145.88 21 7
2025-26 250.00 58 39 173.00 15 8
રાપર 2023-24 150.00 51 51 149.96 40 11
2024-25 150.00 42 42 150.00 30 12
2025-26 250.00 81 77 245.08 26 49