• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

નાગપંચમીએ પૂજનની ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરા શ્રદ્ધાપૂર્વક જળવાઇ

ભુજ, તા. 17 : ભુજની ઓળખ જેના પરથી પ્રસ્થાપિત થઇ છે એવા ભુજિયા ડુંગર પર આવેલાં ભુજંગદેવનાં મંદિરે કચ્છના રાજપરિવારે ધાર્મિક વિધિ-વિધાન સાથે પૂજન કરી સૌ માટે આવનારું વર્ષ મંગલકારી રહે તેવી પ્રાર્થના કરી હતી. રાજપરિવારના સભ્યોએ ભુજિયા ડુંગર પર ચઢાણ કરી શિખર પર આવેલાં ભુજંગદેવનાં મંદિરે પૂજનવિધિ સાથે અન્ય ધાર્મિક અનુષ્ઠાન કર્યા હતા. રાજપરિવારના મહારાવ હનુવંતસિંહજી તથા મહારાણી રોહિણીદેવીના આશીર્વાદથી પ્રતાપસિંહજી તથા શાલિનીદેવીએ પૂજનવિધિ કરી હતી. આ ધાર્મિક પ્રસંગે બાંસવાડાના મહારાણી ત્રિશુલિનીકુમારી, મેઘદીપસિંહ, કૃપાળ મહારાજ, ધર્મેશ માતંગ, કચ્છ રાજપૂત ક્ષત્રિય મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, નિવૃત્ત મામલતદાર કમલસિંહ ઠાકોર, અનિલભાઇ ત્રિવેદી, શૈલેન્દ્રસિંહ વાઘેલા, રસિકબા કેસરિયા, ઋષિ સુથાર, હેમદીપસિંહ જાડેજા તથા અનિરુદ્ધસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તમામે ભુજિયા ડુંગર પર ચઢાણ કરી ભુજંગદેવજીનાં મંદિર ખાતે પરંપરાગત ધાર્મિક વિધિમાં ભાગ લઇ કચ્છની પ્રાચીન ધાર્મિક તથા સાંસ્કૃતિક પરંપરાઓને શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી હતી. નોંધનીય છે કે, રાજપરિવાર દ્વારા ઘણા વર્ષોથી આ પરંપરાને નિભાવવામાં આવી રહી છે.

Panchang

dd