• શનિવાર, 11 જુલાઈ, 2026

બિહારથી ગુમ થયેલા યુવાનનું 15 વર્ષે પરિવાર સાથે પુનર્મિલન

ભુજ, તા. 10 : બિહારના મુઝફફરપુર જિલ્લાના પીપરાળા ગામનો યુવાન 15 વર્ષ પહેલાં ગુમ થઇ ગયો હતો, જે અન્યત્ર ભ્રમણ કરતાં છેલ્લે પાલારાના રામદેવ સેવાશ્રમના આશ્રિત હતો. તેની વિગતો મેળવી શોધખોળ કરતાં પરિવાર સાથે પુનર્મિલન કરાવવામાં આવ્યું હતું. એ યુવક સંજયરામ વિવિધ રાજ્યો-શહેરોમાં ભટકતો વિરામગામ અપના ઘરમાં પહોંચ્યો હતો અને ત્યાંથી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેરાલીગલ સ્વયંસેવક પ્રબોધ મુનવર અને માનવજ્યોતના રીતુબેન વર્માએ સંજયરામને ભુજ રામદેવ સેવાશ્રમમાં આશ્રયે લાવ્યા હતા. માનસિક આરોગ્ય હોસ્પિટલની સારવાર, બિહાર પોલીસનો સહયોગ અને અન્ય સૂત્રોની મદદથી 15 જ દિવસમાં પરિવારનું સરનામું શોધી શકાયું અને પરિવારમાંથી નાનો ભાઇ ભુજ પહોંચી આવ્યો હતો. તેણે જણાવ્યું કે, સંજયરામના વિયોગમાં માતાનું અવસાન થયું, આઘાતના લીધે પિતા માનસિક સંતુલન ખોઇ બેઠા છે. આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશા શાહ, રફીક બાવા, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દેવેન્દ્ર જીવાણી સહભાગી થયા હતા. 

Panchang

dd