કાઠડા (તા. માંડવી), તા. 21 : માંડવી તાલુકાની
સૌથી વધુ વસ્તી ધરાવતા તાલુકાની ઉત્તર તરફ આવેલાં ગઢશીશા ગામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ
ઉપર જી.એમ.ડી.સી. પ્રોજેક્ટ ઓફિસની સામે જ બે-બાજુ જી.આઇ.ડી. સી.નાં દિશાસૂચક બોર્ડ
લગાવી દેવાયાં છે. હકીકતમા અહીં કોઇ જી.આઇ.ડી.સી. આવેલ જ નથી, જેથી કૌતુક ફેલાયું માંડવી તાલુકામાં દુર્ગાપુર
ખાતે જી.આઇ.ડી.સી. આવેલી છે, પરંતુ ગઢશીશા ગામે નથી. છતાંય અહીં
બોર્ડ લાગવી દેવાયું છે. સ્થાનિક અધિકૃત વ્યક્તિઓ અને અગ્રણીઓને પુછતાં અહીં કોઇ જ
જી.આઇ.ડી.સી. કચેરી કે વિસ્તાર ફાળાવાયો જ નથી.
અહીં તો માર્ગ-મકાન વિભાગ (રાજ્ય) દ્વારા આ બોર્ડ દુર્ગાપુરના બદલે 30 કિ.મી. દૂર ગઢશીશામાં લગાવી
દેવાયું હોય તેવું જણાય છે.