ભુજ, તા. 21 : શહેરના ટાઉન હોલ ખાતે રાજીવ
દીક્ષિત પ્રેરિત સ્વદેશી ઉત્થાન સમિતિ અને ગોરસિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગોરસ વિદ્યા
જ્ઞાનસત્રમાં જાણીતા વૈજ્ઞાનિક, વૈદ્ય
અને આયુર્વેદાચાર્ય ડો. હિતેશભાઈ જાનીનું વક્તવ્ય યોજાયું હતું. આ જ્ઞાન સત્રમાં મુખ્ય
વક્તા મૂળ કચ્છ માંડવીના અને હાલે જામનગર વસતા અને ગૌ વિશ્વ વિદ્યાપીઠ ગુજરાતના નિવૃત્ત
ડીન અને જાણીતા વૈજ્ઞાનિક, વૈદ્ય અને આયુર્વેદાચાર્ય ડો. હિતેશભાઈ
જાનીએ ગોરસ વિદ્યા `ાuક્ષ જ્ઞિંહમ તાજ્ઞિંશિ જ્ઞર ખશહસ 'ની શરૂઆત કરતાં જણાવ્યું કે, આજના સમયમાં લોકોમાં ગાય વિશે ગેરસમજ છે, ગાય અને તેનાં
દૂધ વિશે છેલ્લાં 20 વર્ષથી જે
સંશોધન થઈ રહ્યું છે, તેના વિશે
માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ,
પરતું ગાય વિશે કંઇ જાણતા નથી, તેમણે જીવનમાં વૈજ્ઞાનિક,
ધાર્મિક રીતે ગાયનું કેટલું મહત્ત્વ છે તેના વિશે તથ્યો સાથે સમજ આપી
હતી. ગૌમાતા સાથે જોડાયેલા પંચગવ્ય વિશે સમજ આપતાં તેમણે જણાવ્યું કે, ગાયના અને ખાસ કરીને આપણી દેશી ગાયના દૂધમાંથી બનતાં ઘી, પનીર, માખણ, છાસ જેવી વસ્તુઓ માનવીનાં
આરોગ્ય માટે તેમજ ગૌમૂત્ર અને ગોબરનું ખેતીમાં કેટલું મહત્ત્વ છે તેની વિસ્તાર પૂર્વક
અને તથ્યો સાથે સચોટ માર્ગદર્શન ઉપસ્થિત શ્રોતાજનોને આપ્યું હતું. શ્રી જાનીએ કહ્યું
કે, ભારત આઝાદ થયો, ત્યારે માનવ વસતી 30 કરોડ, જ્યારે ગાયો 90 કરોડ હતી, આજે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે, જેનું કારણ આપણે ગાયો પ્રત્યે દુર્લક્ષ્ય સેવીએ છીએ. અગાઉ લોકો પાસે હજારોની સંખ્યામાં ગાય હતી,
આજે આ સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે, દરરોજ કાયદેસર
રીતે કેટલી ગાયો કતલખાને જઈ રહી છે. જો ગાય નહીં રહે, તો મનુષ્યજીવનનું
અસ્તિત્વ નહીં રહે.પ્રારંભે મંચસ્થ મહાનુભાવો ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છના સંઘચાલક હિંમતાસિંહ વસણ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનાજિંગ
ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલા,
શ્રીરામ કૃષ્ણ ટ્રસ્ટના મનોજભાઈ સોલંકી, પરબતભાઈ
ગોરસિયા, અનિલભાઈ ગાલા, પશ્ચિમ કચ્છ એસ.પી.ના
પત્ની એની સુંડા સહિતના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મહાનુભાવો, ગૌમાતા સાથે જોડાયેલા પંચગવ્ય,
ગૌચર, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા લોકોનાં સન્માન
કરાયાં હતાં. આ તકે માધાપરના સત્વમ નેચરલ દ્વારા
બનાવાતા પ્રોડક્ટ દૂધ, ઘી, પનીર,
પેંડા અને માખણનું અનાવરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું, સત્વમ દ્વારા નાના પશુપાલકો પાસેથી યોગ્ય ભાવે દૂધ ખરીદી આ પ્રોડક્ટ બનાવી
તેનું વેચાણ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વનરાજસિંહ જાડેજા, શાંતિલાલ સેંઘાણી, મયૂર બોરીચા, દીપક પટેલ, વિનોદભાઈ સોલંકી, મુકેશ
ઠક્કર, કેશુભાઈ ઠાકરાણી, મુકેશભાઈ બાપટ,
કિરણભાઈ સેંઘાણી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.