• સોમવાર, 22 જૂન, 2026

કચ્છમાં 1416 છાત્રોએ આપી નીટની પુન: પરીક્ષા

ભુજ, તા. 21 : કચ્છના 04 કેન્દ્રો પર `નેશનલ ટેસ્ટીંગ એજન્સી' દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની અતિ અગત્યની નીટ પરીક્ષા લેવામાં આવી હતી. ગત 4 મેના લેવામાં આવેલી પરીક્ષા રદ્દ થયા બાદ સમગ્ર દેશની સાથે કચ્છ જિલ્લામાં નીટની પરીક્ષા પુન: લેવામાં આવી હતી.  કલેકટરશ્રી અનિલ રાણાવસિયાનાં  અધ્યક્ષ સ્થાનવાળી જિલ્લા કક્ષાની કમિટીમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાંત અધિકારી, નિવાસી અધિક કલેક્ટર, પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસ. પી. શ્રીઓ, ડી. વાય. એસ. પી.ઓ એ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે કવાયત હાથ ધરી હતી. ખાસ કરીને કોઈ પણ વિદ્યાર્થીને ખોટી અગવડ કે તણાવ ઉત્પન્ન ન થાય તે દરેક પરીક્ષા કેન્દ્ર પર સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. કુલ 1563 વિદ્યાર્થીઓમાંથી 1416 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 147 વિદ્યાર્થીઓ પરીક્ષાથી અળગા રહ્યા હતા. ભુજ સિટીના નોડલ અધિકારી તરીકે પ્રાંત અધિકારી અનિલ જાદવ તેમજ ગાંધીધામના નોડલ અધિકારી તરીકે અંજારના પ્રાંત અધિકારી એસ. ડી. ચૌધરીએ જવાબદારી નિભાવી હતી. સરિતાબેન શર્મા, આચાર્યા કેન્દ્રીય વિદ્યાલય, એરફોર્સ એ સીટી કૉ-ઓર્ડીનેટર ભુજ અને વિનોદભાઈ મહાવર, આચાર્ય કેન્દ્રીય વિદ્યાલય રેલ્વે, ગાંધીધામ એ સીટી  કો.-ઓર્ડિનેટર ગાંધીધામ ખાતે સંકલન કર્યું હતું. ભુજમાં ઓફ્રેડ હાઇસ્કૂલ ખાતે ડયુટી મેજિસ્ટ્રેટ તરીકે મામલતદાર ભુજ (શહેરી)  તેજસભાઈ પટેલ તેમજ સેન્ટર સુપરીન્ટેન્ડન્ટ તરીકે  પૃથ્વીરાજાસિંહ ઝાલા, ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ડયુટી મેજિસ્ટ્રેટ મામલતદાર-ભુજ (ગ્રામ્ય) એમ. ડી. માળી તેમજ સેન્ટર સુપરીન્ટેન્ડન્ટ તરીકે ભૂમિકાબેન ગઢવી, ગાંધીધામમાં સરકારી હાઇસ્કૂલ ગણેશનગર ખાતે ડયુટી મેજિસ્ટ્રેટ તરીકે મામલતદાર જે. જે. સિંધી તેમજ સેન્ટર સુપરીન્ટેન્ડન્ટ તરીકે  દિલીપભાઈ ગોહિલ તેમજ માઉન્ટ કાર્મેલ હાઇસ્કૂલ ખાતે ડયુટી મેજિસ્ટ્રેટ તરીકે મામલતદાર અંજાર બી. વી. ચાવડા તેમજ સેન્ટર સુપરીન્ટેન્ડન્ટ તરીકે સિસ્ટર વિમલાએ કામગીરી સાંભળી હતી. આ તમામ કેન્દ્રો પર સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે  વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપ્યા બાદ  નેશનલ ટેસ્ટિગ એજન્સીના કર્મચારી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ફ્રિસ્કિગ તેમજ મેટલ ડિટેક્ટર્ દ્વારા તપાસ કરાયા બાદ બાયો મેટ્રિકની કામગીરી કરવામાં આવી હતી. દરેક કેન્દ્ર પર ઓબ્ઝર્વર, નોડલ ઓફિસર તેમજ ડ્યૂટી મેજિસ્ટ્રેટ હાજર રહ્યા હતા. આરોગ્ય ની ટીમ ખડે પગે રહી હતી. સમગ્ર પરીક્ષા કોઈ પણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી, તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજય ભાઈ પરમારે જણાવ્યું હતું. ડૉ. અશ્વિનાસિંહ વાઘેલા એ સમગ્ર જિલ્લામાં પરીક્ષાનું સુચારું સંકલન કર્યું હતું. દરમિયાન નીટની પુન: પરીક્ષાનું પેપર છાત્રોને અઘરું લાગ્યું હતું. નીટની પુન: પરીક્ષાના પ્રશ્નપત્રોને સીમા સુરક્ષા દળના જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે કેન્દ્રો પર પહોંચાડવામાં આવ્યા હતા. કેટલાક વાલીઓએ પરીક્ષા કેન્દ્રો પર યોગ્ય વ્યવસ્થા ન રખાયાનો આક્ષેપ પણ કર્યો હતો. 

Panchang

dd