• મંગળવાર, 02 જૂન, 2026

અધિક માસમાં ગીતાજીનું પઠન, શ્રવણ અધિક ફળદાયક

ભુજ, તા. 1 : અહીંની એકતા સોસાયટીની બાજુમાં આવેલા સ્વયંભૂ બિહારીલાલ મંદિરમાં બ્રહ્મલીન મહંત મૌનીબાપુની પુણ્યસ્મૃતિમાં અને મંદિરની મૌનીકૃપા ગૌશાળાના લાભાર્થે નંદુ મહારાજના આચાર્યપદે આયોજિત પંચદિવસીય સંગીતમય શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞનો વ્યાસાસનેથી પ્રારંભ કરતાં કાશી અભ્યાસી આચાર્ય મૌલીશ્વરજી મહારાજે કહ્યું હતું કે, અધિક માસમાં ગીતાજીનું પઠન, શ્રવણ, મનન અધિક ફળદાયક છે. પ્રથમ દિવસે ગીતાજીના પ્રથમ ત્રણ અધ્યાય અર્જુન વિષાદયોગ-સાંખ્યયોગ અને કર્મયોગનું રસપ્રદ શૈલીમાં સંગીતના સથવારે વર્ણન કરતાં શ્રોતાઓને ભક્તિરસમાં તલ્લીન કર્યા હતા. વિરામ સમયે ઉપસ્થિત ભક્તજનોએ ગીતાની આરતી ઉતારી હતી. પૂજારી મુકુંદ મહારાજ દ્વારા સાયં આરતી કરવામાં આવી હતી. ગુરુ વલ્લભપુરી ગોસ્વામી સહયોગી રહ્યા હતા. સમગ્ર ધાર્મિક ઉત્સવનું આયોજન બિહારીલાલ મંદિર મૌનીબાપુ સેવા સમિતિ સંભાળી રહ્યાનું રૂપભાઈ ઠક્કર અને નિકુંજભાઈ ધોળકિયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

Panchang

dd