• શુક્રવાર, 29 મે, 2026

ફરાદીમાં નદીના પટમાંથી ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ વ્યાપક થયાની રાવ

ફરાદી (તા. માંડવી), તા. 28 : આ ગામની ખારી નદીના પટમાંથી હાલે છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ઉત્ખનનની પ્રવૃત્તિ વ્યાપક બન્યાની ફરિયાદ ઊઠી છે. આ મામલે જવાબદાર તંત્ર સમક્ષ ફોટોગ્રાફ સહિતના સાંયોગિક આધાર-પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી છે. ફરાદીના પુષ્પરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાનાં નામથી ભૂસ્તર અને ખાણ વિભાગના ગાંધીનગર સ્થિત કમિશનરને વિધિવત આવેદનપત્ર પાઠવી તેમાં બનાવના સ્થળની તસવીરો સહિતના સાંયોગિક પુરાવાઓ સાથે આ રજૂઆત કરાઈ હતી. સમગ્ર પ્રકરણ બાબતે જરૂરી પગલાં લઈને લીઝ રદ કરવા સાથેનાં પગલાં લેવાની તેમણે માગણી કરી હતી. પત્રમાં કરાયેલી ફરિયાદો અને રજૂઆતો મુજબ લીઝ સિવાયના વિસ્તારમાંથી રેતીનું ઉત્ખનન કરવામાં આવી રહ્યું છે. આ માટે સાધનો અને વાહનો કાર્યરત હોવાનું જણાવી તેની તસવીરો પણ ફરિયાદમાં પુરાવા સ્વરૂપે રજૂ કરાઈ હતી, તો આ પ્રવૃત્તિ કરવાવાળા કહેવાતા જવાબદારોની નામજોગ વિગતો પણ તંત્રને આપવામાં આવી હતી. ગેરકાયદે કહેવાતી આ પ્રવૃત્તિનાં કારણે ખેડૂતોને નુકસાની થઈ રહી હોવાનું જણાવી આવા કેટલાક ખેડૂતોના નામની યાદી પણ રજૂઆતમાં અપાઈ હતી, તો સ્થાનિકે ખાણખનિજ અને વહીવટી તંત્રને જાણ કરવા છતાં પગલાં લેવાયાં ન હોવાની ફરિયાદ પણ કરાઈ હતી. 

Panchang

dd