• શનિવાર, 23 મે, 2026

ગાંધીધામમાં આયોજિત સમૂહલગ્નમાં 10 યુગલે પ્રભુતામાં પગલાં પાડયાં

ગાંધીધામ, તા. 22 : ગાંધીધામના સેક્ટર સાત મહેશ્વરી સમાજના ઉપક્રમે આયોજિત 10મા સમૂહલગ્ન મહોત્સવમાં 10 યુગલે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન મહોત્સવમાં અખિલ ભારત બ્રહ્મસમાજના પ્રમુખ ભારમલભાઈ ગરવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોકભાઈ હાથી, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ ભાંભી, ચંદ્રવા યાત્રાધામના પ્રમુખ લાલજીભાઈ મતિયા, મામૈદેવ બગથડા યાત્રાધામના પ્રમુખ ખીમજીભાઈ સિંધવ, જખુભાઈ ફુફલ, જામનગર હાલારથી સુરેશભાઈ માતંગ, લાખાભાઈ ફુફલ, કિરણભાઈ નિજણ, માંડવી નગરપાલિકાના કાઉન્સિલર લક્ષ્મીચંદ ફુફલ, જિલ્લા પંચાયતના સદસ્ય તિલકભાઈ ફુફલ, ગાંધીધામ મહાનગરપાલિકાના કોર્પોરેટર અમિતભાઈ ચાવડા, એ. કે. સિંઘ, સુરેશભાઈ, શાંતાબેન ધૂવા, રાધાસિંઘ, સચિનભાઈ ગુસાઈ, દિલીપ આયડી, દીપેનભાઈ જોડ, મહેન્દ્રભાઈ ધેડા, નાગશીભાઇ ચુણા પ્રમુખ ગણેશનગર મહેશ્વરી સમાજ, રમેશભાઈ ધુવા, મયૂરભાઈ બળિયા, ટુંડા કેરલા સમાજના આગેવાન શેખરભાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન સેક્ટર સાત મહેશ્વરી સમાજના પ્રમુખ  કરસનભાઈ દનિયા, મહામંત્રી મેઘજીભાઈ દનિયાની આગેવાનીમાં થયું હતું. કારોબારી સમિતિ દ્વારા સન્માન કરી તેમની સમાજ પ્રત્યેની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમની સાથે ટીમમાં રહેલા કાર્યકરો દેવજીભાઈ રોશિયા, અર્જુનભાઈ માંગલિયા, લાલચંદભાઈ ગડણ, સામજીભાઈ ફુફલ વગેરેએ સેવા આપી હતી. 

Panchang

dd