• બુધવાર, 20 મે, 2026

રુદ્રાણી જાગીર ખાતે ત્રણ યુગલે પ્રભુતામાં પગલાં પાડયાં

ભુજ, તા. 19 : દશનામ હિતરક્ષક (ઉત્કર્ષ) મંડળ કચ્છ આયોજિત ભુજ તા.ની રુદ્રાણી જાગીર ખાતે સમૂહલગ્નમાં ત્રણ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ પ્રસંગે મહંત લાલગિરિજી બાપુ-રુદ્રાણી જાગીર, મહંત ધનંજયગિરિ બાપુ-ધનંજય આશ્રમ-ભુજ, લક્ષ્મણગિરિ બાપુ-હબાય જાગીર તેમજ ઉપસ્થિત દાતાઓ અને હિતરક્ષક મંડળના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરી શિવવંદના કરાઇ હતી અને આશીર્વચન પાઠવ્યા હતા. મંડળના ચેરમેન માવજીભાઇ પી. ગોસ્વામીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. ઉપસ્થિત સંતોનું વિશેષ સન્માન કરાયું હતું. સ્વ. ભૂપેન્દ્રસિંહજી જોરાવરસિંહજી રાઠોડ, વિનોદભાઇ પુરુષોત્તમભાઇ સોલંકી અને રાજેશભાઇ મમુભાઇ આહીર તરફથી કન્યાઓને કિટ-ભેટ અપાઇ હતી. નરેન્દ્રભાઇ કાનજીભાઇ આહીર તથા રાજેશગિરિ મનહરગિરિ અને ઉમેશગિરિ ગવરીગિરિ તરફથી આર્થિક સહયોગ મળ્યો હતો. મુકેશગિરિ કુંવરગિરિ, માધાપર ગોસ્વામી મહિલા મંડળ, નેહાબેન તથા કવિતાબેન, હિનાબેન, હિરેનગિરિ તેમજ મંગલગિરિ દ્વારા વિવિધ ભેટ-સોગાદ અપાઇ હતી. ઉપસ્થિત સંતો, દાતાઓ અને આમંત્રિત મહેમાનોનું હિતરક્ષક મંડળના અગ્રણીઓ અને કાયમી દાતાઓ માવજીભાઇ પ્રાગગિરિ, નારાણગિરિ ગંગાગિરિ, સૂરજગિરિ વાલગિરિ, કુંવરગિરિ મીઠુગિરિ અને વિષ્ણુગિરિ રેવાગિરિ દ્વારા સન્માન કરાયું હતું. મહેમાનો રમેશગિરિ પુરણગિરિ, કિશોરગિરિ હીરાગિરિ, દેવેન્દ્રગિરિ રેવાગિરિ, રમણીકગિરિ અને લઘુગિરિ-ભુજપુર, દેવગિરિ-માધાપર, હિરેનગિરિ ભીમગિરિ-નલિયા ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થામાં મહિલા મંડળની બહેનો અને જાગીરના સ્ટાફનો સહયોગ મળ્યો હતો. ખજાનગી કાંતિગિરિએ શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો. કાયમી દાતા કુંવરગિરિ-વમોટી મોટી વતી તેમના પુત્ર મુકેશગિરિએ હાજરી આપી સહયોગ આપ્યો હતો. સંચાલન વેલગિરિ ગુંસાઇએ તથા આભારવિધિ મંડળના મહામંત્રી રાહુલગિરિએ કર્યા હતા. 

Panchang

dd