દયાપર (તા. લખપત), તા. 19 : તાલુકાના મુખ્ય મથક દયાપર
ખાતે તળાવ પાસે પુલની કામગીરી ચાલુ છે જેમાં પાકું ડાયવર્ઝન બનાવ્યું છે પણ મહિનો પૂરો
નથી થયો અને ડાયવર્ઝનમાં મોટા ખાડા પડી જતાં વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પુલના
કામમાં ડાયવર્ઝન નીચે પસાર થતી પાણીની લાઈન તૂટી જતાં જ્યારે પાણી ચાલુ કરાય છે ત્યારે
અહીં મોટા ખાડા પાણીથી ભરાઈ જાય છે. દ્વિચક્રી વાહનો ખાડામાં ખાબકે છે તો ફોરવ્હીલર
ગાડીની ચેસિસ ખાડા ટેકરામાં ભટકાય છે. પુલનાં કામ કરતા ખાનગી ઠેકેદાર પાસે મોટી મોરમ,
લોડર બધું છે, પણ ખાડા ભરવામાં તકલીફ છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કામ જોવા પણ
આવતાં નથી, તો ખાડા પુરાવવાની સૂચના કયાંથી આપે. પુલનાં કામમાં પાણી છાંટવા, ખાડા પૂરાવાની
કામગીરી અધિકારીઓએ કરાવવી જરૂરી છે.