ભુજ, તા. 19 : માધાપરમાં બંધ દુકાનના ઓટલા
પર બેસી ટુ-વ્હીલર્સ સાથે શરાબ વેચવા આવેલા શખ્સ સાથે શરાબ લેવાની વાતચીત અને શરાબની
બોટલ સાથેનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી શરાબ સાથે આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગે માધાપર પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ખુલ્લેઆમ શરાબ વેંચાણ અંગેનો વીડિયો
સામે આવતા પોલીસે તપાસ કરી આ કામના આરોપી મોહસીન ઇરાફીલ અંસારી (રહે. માધાપર)ને તેની
ટીવીએસ કંપનીની જ્યુપીટર નં. જી.જે. 12 ઇસી 6021 જેની કિ.
રૂા. 30,000ની ડિકીમાંથી 180 એમએલની વોડકાની બોટલ નંગ-10 અને બે વ્હીસ્કીની બોટલ એમ
રૂા. 3130ના શરાબ સાથે ઝડપી કાયદેસરની
કાર્યવાહી કરી હતી.