• બુધવાર, 20 મે, 2026

અબડાસાની ફેક્ટરીના ચકચારી બનાવમાં બે આરોપીને ઝડપી પાડતી વાયોર પોલીસ

નલિયા, તા. 19 : અબડાસા તાલુકાના ફેક્ટરી સંબંધેના ચકચારી બનાવમાં વાયોર પોલીસે ચોરીના ગુનાનો ઉકેલ લાવી, લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ગત 14 મે, 2026ના વાયોર પોલીસ સ્ટેશનમાં  ચોરી સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ થયો હતો. વાઘાપદ્ધર ગામની સીમમાં આવેલી મા અંબિકા કાર્બન કંપનીમાંથી આશરે રૂા. 8,15,386ની કિંમતનો એક્ટિવ કાર્બન ચોરી થયો હતો. આ ગુનામાં સિકંદર મીઠુબાવા પઢિયાર (રહે. ભુજ), લાલુભા પઢિયાર (રહે. વાઘાપદ્ધર), અંકિત અને એક અજાણ્યો ઇસમ સંડોવાયેલા હતા. ઇન્ચાર્જ પી.આઇ. આઇ. આર. ગોહિલ, એ.એસ.આઇ. રવીન્દ્રસિંહ સોઢા અને પો. હેડ કોન્સ. વિક્રમભાઈ ચૌધરી સહિત વાયોર પોલીસ સ્ટાફની ટીમે ગુનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ખાનગી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ચોરોમાં સિકંદર મીઠુ પઢિયાર (ઉ.વ. 41, રહે. હાલ 73/4, ઓધવવંદના, એરપોર્ટ રોડ, ભુજ, મૂળ રહે. નુધાતડ, તા. અબડાસા) અને અંકિત ગાવિંદ ચાવડા (ઉ.વ. 28, રહે. કાળી તલાવડી, તા. ભુજ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલો રૂા. 2,93,663ની કિંમતનો એક્ટિવ કાર્બન અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રૂા. બે લખાની કિંમતની જી.જે.-12-સી.ટી.-6924 નંબરની અશોક લેલન કંપનીની સફેદ કલરની ગાડી સહિતનો કુલ રૂ. 4,93,663નો મુદ્દામાલ કબજે કર્યો છે. 

Panchang

dd