• બુધવાર, 20 મે, 2026

વરણુના રણમાં 50 હજારના શરાબ સાથે ચારની ધરપકડ

ગાંધીધામ, તા. 19 : રાપર તાલુકાના વરણુના રણમાં એક કારમાંથી ચાર શખ્સની પોલીસે ધરપકડ કરી રૂા. 51,450નો દારૂ જપ્ત કર્યો હતો. વરણુના રણમાં આવતી ગાડીમાં દારૂ હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે વિસામા પાસે વોચ ગોઠવી હતી. ત્યાં કાર આવતાં અને તે ન રોકાતાં તેનો પીછો કરાયો હતો. આ કાર નંબર જીજે-12-ઇઇ-2247 રણમાં ફસાઇ જતાં તેમાંથી રાજસ્થાનના ઘેવરચંદ હાપુરામ ખીચડ (બિશ્નોઇ), દિનેશ હરિરામ સારવા (બિશ્નોઈ), મનહરલાલ હરિરામ જાણી (બિશ્નોઈ), વિકાસકુમાર જયકિશન ખીચડ (બિશ્નોઈ)ને પકડી પાડવામાં આવ્યા હતા. આ કારમાંથી આર.જે. ગ્રીનના 283 ક્વાર્ટરિયા, મિડનાઇટના 40 ક્વાર્ટરિયા, કિંગફિશર બિયરના 24 ટીન એમ કુલ રૂા. 51,450નો દારૂ તથા હિતેન્દ્રસિંહ જોરુભા વાઘેલા નામની આર.સી. બૂક જપ્ત કરવામાં આવી હતી. રાજસ્થાનના જાલોરના ગંગારામ પાંચારામ દેવાચીએ આ દારૂ ભરી આપ્યો હતો અને રણમાં મંદિર પાસે જેને કહે તેને આપવાનો હતો. માલ મોકલનાર અને લેનાર હાથમાં આવ્યા નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd