• શનિવાર, 16 મે, 2026

અદાણી જૂથનો હોસ્પિટાલિટી વ્યવસાયમાં પ્રવેશ

મુંબઈ, 14 : ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિગ્સ લિ. (AAHL) અને વિશ્વની ટોચની હોસ્પિટાલિટી કંપનીઓમાંની એક IHG  હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે ભારતના મુખ્ય એરપોર્ટ-લિંક્ડ અને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતાં શહેરી સ્થળોએ પાંચ હોટલ વિકસાવવા માટે એક સીમાચિહ્નરૂપ મેનેજ્ડ હોટેલ પોર્ટફોલિયો કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે દેશનું વૈવિધ્યસભર અદાણી ઔદ્યોગિક જૂથ હોટેલ ઉદ્યોગમાં પ્રવેશ્યું છે. આ કરાર ભારત માટે IHG ના વિકાસની યોજનાઓ સાથે સુસંગત, બહુવિધ બ્રાન્ડ્સ સાથે જુદાં જુદાં સ્થળોએ લગભગ 1,500 રૂમ ઉમેરશે. આ વિકાસ વધતા જતા પ્રવાસનની માંગ અને ભારતના ઉડ્ડયન, પર્યટન અને એરપોર્ટ-સંચાલિત શહેરી માળખાંગત ક્ષેત્રોના ઝડપી વિસ્તરણ સાથે તાલમેલ સાધે છે. આ પોર્ટફોલિયોમાં જયપુરમાં કિમ્પ્ટન હોટેલ તેમજ અદાણી એરપોર્ટ શહેરોના ભાગરૂપે આગામી હોસ્પિટાલિટી-આધારિત બહુવિધ ઉપયોગી હોટેલના વિકાસમાં હોલીડે ઇન અને હોલીડે ઇન એક્સપ્રેસ હોટેલનો સમાવેશ થાય છે. આ હોટેલોનું નિર્માણ નવી મુંબઈ, મેંગલુરુ, જયપુર અને તિરુવનંત-પુરમમાં કરવાનું આયોજન છે. આ ભાગીદારીને વધુ સુદૃઢ અને વિસ્તૃત કરવા માટે અદાણી એરપોર્ટ હોલ્ડિગ્સ IHG સાથેની ચર્ચામાં આગળ વધી રહી છે. આ ભાગીદારી હેઠળ ભારતમાં થનારી કિમ્પટન હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સની શરૂઆતનાં અનુસંધાને તેની ડિઝાઇન-આધારિત હોટેલ, રસોઇયા- આધારિત ભોજનના અનુભવો તેમજ બુટિક લક્ઝરી પોઝિશનિંગ માટે વૈશ્વિક સ્તરે જાણીતી  કિમ્પટનનો પ્રવેશ ભારતમાં પ્રીમિયમ જીવનશૈલીને અનુરૂપ અતિથિ દેવો ભવની ભારતીય સંસ્કૃતિમાં રહેલા આતિથ્યની ભાવનાના શ્રેષ્ઠ અનુભવોની અનુભૂતિ માટેની વધતી માંગને પ્રદર્શિત કરે છે. આ તકે અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી સમૂહ હોસ્પિટાલિટી અને એરપોર્ટ-સંચાલિત શહેરી માળખાંગત સુવિધાઓમાં તેની હાજરી વિસ્તારી રહી છે, તેની સાથો સાથ વિશ્વ-સ્તરીય સ્થળો બનાવવાનું અમારું વિઝન ભારતના ઝડપથી વિકસતા ઉડ્ડયન ઇકોસિસ્ટમની આસપાસ મુસાફરી, રોકાણ અને શહેરી અનુભવોને એકીકૃત રીતે સંકલિત કરે છે. તેમણે કહ્યું હતું કે, આ પ્લેટફોર્મ અમે અગ્રણી આંતરરાષ્ટ્રીય હોટેલ બ્રાન્ડ્સ સાથેના સહયોગમાં બનાવી રહ્યા છીએ, જે વૈશ્વિક ધોરણો, કાર્યકારી શ્રેષ્ઠતા અને ચોક્કસ સ્કેલ લાવે છે. તેમણે IHG  હોટેલ્સ અને રિસોર્ટ્સ સાથેના સહયોગ, અને મુખ્ય પ્રવેશદ્વાર એવા સ્થળોએ પાંચ હોટલનો વિકાસ  ભારતના લાંબા ગાળાના પ્રવાસન અને આર્થિક વિકાસ સાથે સુસંગત રહીને ઉચ્ચ-ગુણવત્તાવાળા આતિથ્ય સત્કારના માળખાંને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર બની રહેલી અદાણી એરપોર્ટ હોલ્ડિગ્સ તેના વિકસતા એરપોર્ટ નેટવર્કમાં વાર્ષિક લાખો મુસાફરને સેવા આપવા સાથે કંપની ઉડ્ડયનને આતિથ્ય, છૂટક, વાણિજ્યિક અને સામાજિક માળખાં સાથે જોડવા માટે એરપોર્ટને સંકલિત શહેરી ઇકોસિસ્ટમ તરીકે નવો ઓપ આપવા ફરીથી કલ્પના કરી રહી છે.IHG  હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના દક્ષિણ પશ્ચિમ એશિયાના મેનાજિંગ ડિરેક્ટર સુદીપ જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે, ખાસ કરીને ગેટવે શહેરોમાં અને એરપોર્ટ-આધારિત વિકાસમાં વ્યવસાય, લેઝર અને ટ્રાન્ઝિટ બંને પ્રવાસી તરફથી વધતી મજબૂત માંગની તકોને લક્ષ્યમાં લેતાં અદાણી એરપોર્ટ હોલ્ડિગ્સ સાથેની ભાગીદારી ભારતના હોસ્પિટાલિટી ક્ષેત્રમાં તેની માત્રાને પ્રતાબિંબિત કરે છે. 

Panchang

dd