• મંગળવાર, 28 એપ્રિલ, 2026

રમતગમત સ્પર્ધામાં પોલીટેકનિક કોલેજના વ્યાખ્યાતાઓ ઝળક્યા

ભુજ, તા. 27 : ગવર્નમેન્ટ એન્જિનીયરિંગ કોલેજ ભુજ દ્વારા કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એકેડેમી ફોરમના સહયોગથી તથા ફોકીઆના આશ્રય હેઠળ ઇન્વીટેશનલ સ્પોર્ટસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટમાં બોક્સ ક્રિકેટ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતો યોજાઇ હતી. આ સ્પર્ધામાં સરકારી પોલીટેકનિક-ભુજના વ્યાખ્યાતાઓએ ઉત્તમ પ્રદર્શન કરી વિવિધ રમતોમાં વિજેતા બની સંસ્થાનું નામ ગૌરવવંતું બનાવ્યું હતું. બોક્સ ક્રિકેટ (વૂમન્સ)ની વિજેતા ટીમમાં ખેલાડીઓ કે.વી. હળપાણી, ડી.કે. રાવલડો. એલ.કે. સંઘવી, એસ.પી. જરાદી, આર.એ. વ્યાસ, બી.બી. રાઠોડ, એસ.કે. ગોહિલ, ડો. આર.કે. સોની હતા તેમજ બોક્સ ક્રિકેટ (મેન્સ)ની વિજેતા ટીમમાં ખેલાડીઓ જે.કે. પટેલ, કે.એચ. સીજુ, પી.બી. ઠક્કર, ડી.બી. લોકવાણી, આર.એચ. દાવડાડો. એમ.એન. દુધરેજિયા હતા. ટેબલ ટેનિસ મેન્સ સિંગલમાં ડો. એમ.એન. દુધરેજિયા વિજેતા બન્યા હતા. બેડમિન્ટન ડબલ્સ (મેન્સ)માં  કે.એચ. સીજુ, એ.આર. યાદવ રનર્સ-અપ બન્યા હતા. બેડમિન્ટન મિક્સ ડબલ્સમાં કે.વી. હળપાણી અને એચ.એસ. સોરઠિયા રનર્સ-અપ બન્યા હતા. વિજેતા બનેલા તમામ વ્યાખ્યાતાઓ આચાર્ય ડો. જી.વી. લાખાણીએ અભિનંદન પાઠવ્યાં હતાં.

Panchang

dd