• શનિવાર, 18 એપ્રિલ, 2026

નખત્રાણામાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ

નખત્રાણા તા. 17 : અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે મતદાન જાગૃતિ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, ભુજ દ્વારા સ્વીપ પ્રોજેક્ટ અંતર્ગત  રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમારી ટી.ડી. વેલાણી કન્યાશાળાથી રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલીને મદદનીશ કલેકટર ઉત્કર્ષ ઉજ્જવલ (આઈએએસ), મામલતદાર રાકેશ પટેલ તથા નાયબ મામલતદાર શિવજી પાયણ સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં બંને શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.  રેલીમાં કુમારી ટી.ડી. વેલાણી કન્યાશાળાની આશરે 270 વિદ્યાર્થીનીઓ અને શેઠ કે.વી. સરકારી શાળાના 75 વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓએ `મતદાન મહાદાન', `મતદાન અચૂક દાન' સહિતના સૂત્રોચ્ચાર સાથે શહેરમાં જાગૃતિ ફેલાવી હતી.  રેલી શહેરની મુખ્ય બજાર, વથાણ ચોક અને બસ સ્ટેશન  વિસ્તારમાં ફરી શાળા સુધી પહોંચી હતી, જ્યાં નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમ દરમિયાન પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના સ્ટાફ સભ્યોની હાજરી સાથે નખત્રાણા પોલીસના સહયોગથી રેલીનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા નાગરિકોને આવનારી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા પ્રેરણા મળી હોવાનો દાવો કરાયો છે.  

Panchang

dd