• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ગુજરાત ન્યૂ બોર્ન કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધ્રબની અલ મિર્ઝા ટીમનો શાનદાર વિજય

મુંદરા, તા. 16 : સુરેન્દ્રનગર ખાતે આયોજિત `ગુજરાત ન્યૂ બોર્ન કપ' ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં મુંદરા તાલુકાના નાના ગામ ધ્રબની અલ મિર્ઝા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ, શહેરો અને ગામડાંઓમાંથી કુલ 25 ટીમે ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટનું આયોજન ગિરિરાજાસિંહ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ગિરિરાજાસિંહ સ્પોર્ટ્સ ક્લબ ગ્રુપ ખાતે યોજાઇ હતી. ફાઈનલ મેચમાં ધ્રબ ગામની અલ મિર્ઝા ટીમે વિજય મેળવ્યો હતો. અલ મિર્ઝા ટીમે પહેલાં બાટિંગ કરીને 86 રન બનાવ્યા હતા, જ્યારે પ્રતિસ્પર્ધી ઈલેવન ટીમ માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ અને અલ મિર્ઝાએ યાદગાર જીત હાંસલ કરી હતી. વિજેતા ટીમને કુલ રૂા. 25 લાખનું રોકડ ઇનામ તેમજ વિવિધ ઈનામો આપવામાં આવ્યાં હતાં.  અલ મિર્ઝા ટીમના માલિક અર્શદ મિર્ઝા અને સિકંદર મિર્ઝા બંને ધ્રબ ગામના રહેવાસી છે. તેમની આગેવાનીમાં ટીમે અદ્ભુત રમત બતાવીને ગામ ગૌરવ ઉજાગર કર્યું હતું. આ વિજય સમગ્ર ધ્રબ માટે ગૌરવની વાત છે, જ્યાંથી આવી પ્રતિભા બહાર આવી છે.   

Panchang

dd