ભુજ, તા. 17 : મુંદરા તાલુકાના સાડાઉ ગામની
સીમમાં આવેલી અલગ-અલગ વાડી પરથી રૂા. 1.32 લાખના બોરના કેબલની ચોરી કરાયાના મામલે મુંદરા મરીન પોલીસ મથકે
ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આપેલી વિગતો મુજબ, સાડાઉ ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં આવેલી વિવિધ વાડીઓમાં ગેરકાયદે પ્રવેશેલા
ચોર ઈસમોએ પાણીના બોરના અંદાજિત 264 મીટર વાયર કિં. રૂા. 1.32 લાખની ચોરી કરી નાસી ગયા હતા. સાગમટે થયેલી ચોરીના બનાવ અંગે
પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પડકવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.