• શનિવાર, 18 એપ્રિલ, 2026

ગુંદાલા નજીક ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ભુજ, તા. 17 : મુંદરા તાલુકાના પત્રી-ગુંદાલા વચ્ચેના માર્ગ પર આઈપીએલની ચાલુ સિઝનની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી એક મોબાઈલ કિં. રૂા. 10,000 કબજે કરવા સાથે પ્રાગપર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં  ગુંદાલા ગામથી પત્રી ગામ તરફ જતા માર્ગ પર ત્રણ રસ્તા પાસે આરોપી ગુંદાલાના રિકેશ દાનાભાઈ આહીર (વારિયા)ને પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલો આરોપી પંજાબ સુપર કિંગ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાતી મેચનું મોબાઈલમાં લાઈવ પ્રસારણનો સ્કોર જોઈ મોબાઈલમાં વેગાસબુક9 ડોટ કોમ નામની વેબસાઈટ ખોલી રૂપિયાની હાર-જીતનો જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે રહેલો મોબાઈલ કિં. રૂા. 10 હજાર કબજે લેવામાં આવ્યો હતો. રિકેશની સામે જુગારા ધારા તળે ગુનો નોંધી તેની સાથે આ કૃત્યમાં સંકળાયેલો અન્ય આરોપી ગુંદાલાના રાજેશ દેવરાજ આહીરને પકડવા તેમજ તેની સાથે સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપવા સહિતની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. 

Panchang

dd