• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

નલિયા વિસ્તારમાં ભાજપે કરેલાં કાર્યોની વિગત અપાઈ

નલિયા, તા. 16 : અબડાસામાં ચૂંટણીનો વંટોળ સર્વત્ર ઘૂમી રહ્યો છે, ત્યારે નલિયા જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠિત બેઠક પર ભાજપના ઉમેદવાર મહાવીરાસિંહ જુવાનાસિંહ જાડેજાએ પ્રતિસાદ મળી રહ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમના ચૂંટણી પ્રચારના રથનું જ્યાં જ્યાં આગમન થાય છે, ત્યાં જનતામાં ઉત્સાહ જોવા મળે છે તેવું જણાવ્યું હતું. મહાવીરસિંહે સુથરી, ખુડવા, કમન, કડુલી, રાપર (ગઢ), સિંધોડી, લાલા, બુડિયા જેવા અનેક ગામોમાં લોકસંપર્ક સાધ્યો હતો. આ પ્રચાર દરમિયાન તેમણે ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યો અને ભવિષ્યની યોજનાઓનું સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે સ્થાનિક જરૂરિયાતોને પારખીને `લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પ્રથમ અગ્રતા' આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.  પ્રચારમાં તેમની સાથે ભાજપના આગેવાનોની ટીમ જોડાઈ હતી. સુથરી તા.પં.ના ઉમેદવાર તોસિફ મામધ સંગાર, અબડાસા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, સાયરાના મયૂરસિંહ જાડેજા, મૂળરાજ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, આરીખણા સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા, વિનય રાવલ, ચકુભા જાડેજા, વિક્રમસિંહ ભાટી, ભુજના શૈલેન્દ્રસિંહ જાડેજા, ગોપાલ ગઢવી, મામદ સંગાર, ઇશાક ગજણ, હરપાલસિંહ જાડેજા, જિલ્લા ઉપપ્રમુખ પ્રફુલ્લસિંહ જાડેજા અને વરાડિયાના અર્જુનસિંહ જાડેજા વગેરે આગેવાનો કમર કસી રહ્યા છે.  નલિયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત હોવાનો દાવો પણ કરાયો હતો. આ વિજય માત્ર એક ઉમેદવારનો નહીં, પરંતુ જનતાના વિશ્વાસ અને ભાજપના વિકાસમંત્રનો વિજય બની રહેશે. તેવું આગેવાનોએ જુદા-જુદા ગામોમાં પ્રચાર દરમ્યાન જણાવ્યું હતું. 

Panchang

dd