ગાંધીધામ, તા. 16 : ભચાઉમાં કિશોરીને મારી નાખવાની
ધમકી આપી બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધનારા શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. ભચાઉ નગરમાં
આ ચકચારી બનાવ ગત તા.14/4ના બપોરના
બે વાગ્યાના અરસામાં બન્યો હતો. અહીંની એક કિશોરીને આરોપી એવા લાલો ઉર્ફે પપ્પુ રવા
કોળી નામના શખ્સે ધાકધમકી કરી હતી અને બાદમાં મણિનગર હિંમતપુરા વિસ્તાર બાજુ લઈ જઈ
તેના ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. દરમ્યાન કિશોરીના મામા આ જોઈ જતાં આરોપીને પડકારતા
તેની સાથે ઝપાઝપી કરી આરોપી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ
તપાસ હાથ ધરી છે.