ભચાઉ, તા. 16 : વીજ અકસ્માતોને અટકાવવા માટે
ફિલ્ડમાં શિસ્તબદ્ધ કામગીરી કરવા તથા નિયમોનું પાલન અને સલામતીનાં સાધનોનો ઉપયોગ કરવા
ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ભચાઉ પીજીવીસીએલ દ્વારા સામખિયાળી, ભીમાસર, બાલાસર,
રાપર અને ભચાઉ સબ ડિવિઝનના લાઈન સ્ટાફ માટે સુરક્ષા સેમિનારનું આયોજન
કરવામાં આવ્યું હતું, જેમા કર્મચારીઓની સુરક્ષા ઉપર ભાર મુકાયો
હતો આ ઉપરાંત આર્ટ ઓફ લાવિંગ દ્વારા પ્રેસ મેનેજમેન્ટ અને માનસિક સ્વચ્છતા વિષય ઉપર
આયોજિત સત્રમાં લાઇન સ્ટાફમાં તણાવ ઘટાડવો, મન વિચલિત સ્થિતિના
કારણે થતા અકસ્માતો અટકાવવા અંગે ડો. અનંત હોંગલ, માજાભાઈ આહીર
અને અમૃતાબેન ચોટારા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર રાહુલ રાજદે પણ આ કાર્યક્રમમાં
ઉપસ્થિત રહ્યા હતા અને અકસ્માત તપાસ દરમિયાન નોંધાયેલા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે તેમજ
ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય તે માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન ભચાઉના કાર્યપાલક ઇજનેર શ્રી
ચૌહાણના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. વર્તુળ કચેરીના નાયબ ઈજનેર શ્રી હડિયા,
એકાઉન્ટ ઓફિસર બી.કે મહેશ્વરી, એચઆર વિભાગના વડા
ખરાડીબેન, નાયબ ઈજનેર શ્રી ગોસ્વામી, ભીમાસર ઈજનેર શ્રી શર્મા અને જૂનિયર એન્જિનીયરો ઉપસ્થિત
રહ્યા હતા. સંચાલન શૈલેષ પ્રજાપતિએ કર્યું હતું.