અમદાવાદ, તા. 28 : સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના
આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણ
મંદિર, મણિનગર ખાતે પંચમ દિવસીય ગ્રંથરત્ન શિક્ષાપત્રી
દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનો શુભારંભ થયો હતો, જેમાં વસંત પૂજામાં
સુવર્ણ તુલા તથા 212 સુવર્ણ પુષ્પથી
શિક્ષાપત્રીને વધાવતાં છેલ્લાં બે વર્ષથી શિક્ષાપત્રીનું લેખન કાર્ય બે લાખ વખત તેમજ
12 લાખ વખત પાઠ ગાદી પરિવારના
સભ્યોએ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહોત્સવને શુભેચ્છા સંદેશો પાઠવ્યો
છે. સંસ્થાન દ્વારા દેશ તેમજ વિશ્વના અને રાષ્ટ્રો જેવા કે યુએસએ, લંડન, કેનેડા,
આફ્રિકા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા,
યુએઈ, શીશલ્સ વિગેરે દેશમાં તેમજ ભારત દેશના અનેક
સ્થળોએ તથા ગ્રામ્ય વિસ્તારોમાં બે કરોડ વૃક્ષનું વાવેતર તેમજ જતન, ખેડૂતો માટે તળાવોમાં જળસંગ્રહ તથા ખોદકામ, ઉત્તમ કોટીનું
વિ. નિ:શુલ્ક વિતરણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, સમાજના સર્વાંગી ઉત્થાન અર્થે પશુઓ,
પક્ષીઓ માટે ઘાસચારો, ચણ વિગેરેના કેમ્પો પણ ચાલી
રહ્યા છે. વિશ્વશાંતિ માટે સત્સંગ શિબિરો, રેલીઓ યોજી લોકજાગૃતિના
કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આચાર્ય સ્વામી
મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે,
સ્વામિનારાયણ ભગવાન લિખિત સર્વ જીવ હિતાવહ આચાર સંહિતા રૂપ શિક્ષાપત્રીમાં
કરેલ આજ્ઞા મુજબ દરેક મનુષ્યને જીવન જીવવા અનુરોધ કર્યો હતો.