• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

ભારતના વિકાસમાં `નારીશક્તિ' અગ્રેસર

નવી દિલ્હી, તા. 28 : દરેક વર્ણને સમાન અવસર મળે, ત્યારે જ દેશનો વિકાસ સંભવ છે. આ વિચારધારા સાથે ભારત આજે મહિલા નેતૃત્વવાળા વિકાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે, તેવું સંસદનાં બજેટસત્રના પ્રારંભે અભિભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધતા કહ્યું હતું કે, સરકાર દેશમાં આર્થિક પ્રગતિ અને સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાન સાથે સિંધુ જળસંધિ રોકવી એ આતંકવાદ સામે ભારતની લડાઇનો એક ભાગ છે. `સુદર્શન ચક્ર' મારફતે દેશની રક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત કરાઇ રહી છે, તેવું તેમણે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે, એઆઇનો  દુરુપયોગ સામાજિક સદ્ભાવ, લોકતંત્ર અને જનતાના ભરોસા માટે મોટો પડકાર બની રહ્યો છે. સરકારનાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં મહિલાઓને તક આપવાની પહેલાથી એ વિશ્વાસ મજબૂત થયો છે કે, દેશના વિકાસ અને સશક્તિકરણમાં `નારીશક્તિ' અગ્રેસર છે, તેવું તેમણે જણાવ્યું હતું. વિશ્વસ્તરે સેતુની ભૂમિકા નિભાવતા ભારત દેશ પર દુનિયાના દેશો ભરોસો કરવા માંડયા છે. વૈશ્વિક રાજનિતિનું અંતિમ લક્ષ્ય માનવતાની સેવા હોવું જોઇએ. રાષ્ટ્રપતિ બોલ્યાં હતાં કે, મોંઘવારીને કાબૂમાં રાખવા સહિત સરકારની નીતિઓ, પહેલાંથી દેશના ગરીબ, મધ્યમ વર્ગને રાહત મળી છે. 

Panchang

dd