• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

ગુજરાતના પુર્વ ધારાસભ્યોને પેન્સન મળે તે માટે લડત ચલાવાશે

ગાંધીધામ, તા. 28 : રાજયના પુર્વ ધારાસભ્યોની  તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી  કાઉન્સીલની બેઠકમાં  વિવિધ બાબતો અંગે વિસ્તૃતમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.  રાજયના પુર્વ નાણામંત્રી અને રાપરના પુર્વ ધારાસભ્ય  બાબુભાઈ મેઘજી શાહે અધ્યક્ષ સ્થાનેથી  સ્વાગત પ્રવચન આપતા  કહ્યું હતું કે પુર્વ ધારાસભ્યોઅ રાજયના વિકાસમાં મહત્વપુર્ણ યોગદાન આપ્યું છે.  મહામંત્રી  ભીખાભાઈ પાબારીએ સંચાલન કર્યું હતું. જેમાં ગુજરાતના પુર્વ ધારાસભ્યોને દેશના અન્ય  રાજયોની જેમ પેન્શન અને અન્ય સુવિધાઓ આપવા અંગે વિસ્તૃતમાં ચર્ચા વિચારણા કરવામાં આવી  હતી.  ભરતભાઈ બારોટ( અમદાવાદ) , ધીરૂભાઈ ગજેરા (ઊસુરત ) પરબત ચાવડા ( જુનાગઠ)ડો. નિર્મલા વાસવાણી (અમદાવાદ)પુષ્પદાન ગઢવી (કચ્છ)જશુબેન કોરાટ (જેતપુર)મુળરાજસિંહ પરમાર (ગાંધીનગર), કરશનજી ઠાકોર,  (મહેસાણા)પ્રો.શંકર રાઠવા, કેશાજી ઠાકોરલક્ષ્મણ ભાઈ પટ્ટણી વિગેરેએ મંતવ્યો આપી  પેન્શન અંગે સહમતી આપી હતી. પુર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચાએ જણાવ્યું હતું કે  પેન્શન મેળવવા  તથા અન્ય રાજયોમાં મળતા પેન્શન અને અન્ય સુવિધાઓ  છે તેના  વિવિધ લેખીત પુરાવા સાથે રજુઆત કરવામાં આવી રહી છે. પેન્શન મેળવવા માટે લડત ચલાવવા માટે બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.   ગુજરાતના પુર્વ ધારાસભ્યો  આજે પણ સક્રીય રહીને  રાજફના  વિકાસમાં યોગદાન આપી રહ્યા  છે અને આપશે તેવું જણાવ્ફું હતું.    બેઠકમાં કનુભાઈ, અરવિંદ પટેલઈશ્વરભાઈ પટેલદિપસિંહ રાઠોડશિવજીભાઈ આહીર, મહેશકુમાર પટેલ, જશુભાઈ પટેલ, જયસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ રહેવાર, ગોવિંદ માધવ, રમીલાબેન દેસાઈ, ટપ્પુભાઈ  લિંબેસીયાદિલુભા ચુડાસમા, વિગેરે ઉપસ્થિત  રહ્યા હતાં. આરંભમાં દિવંગત ધારાસભ્યોને અંજલિ અપાઈ હતી.  

Panchang

dd