• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

કિડાણાના માથાભારે શખ્સને ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો

ગાંધીધામ, તા. 28 : કિડાણાના માથાભારે અને ચોરીના બનાવોમાં આવી ચૂકેલા શખ્સને ચાર જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. કિડાણાના મહેબૂબ સુલેમાન મથડા નામના શખ્સ સામે અગાઉ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથક તથા કંડલામાં ચોરી સહિતની કલમો તળે સાત ગુના નોંધાયેલા છે, આવા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ બાદ બી-ડિવિઝન પોલીસે આ શખ્સના તડીપાર દરખાસ્ત તૈયાર કરી અંજાર સબ ડિવિઝન મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી, ત્યાંથી લીલીઝંડી મળતાં અને દરખાસ્ત મંજૂર થતાં આ શખ્સને હસ્તગત કરી તેને તડીપાર હુકમની બજવણી કરી કચ્છ તથા અડીને આવેલા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. 

Panchang

dd