ભુજ, તા. 28 : કચ્છના ક્રિકેટપ્રેમીઓ જેની
આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ હિમ્સ-કેપીએલની ચોથી સિઝનનો શુક્રવારથી જ્યુબિલી ગ્રાઉન્ડ
ખાતે પ્રાંરંભ થઈ રહ્યો છે. હિમ્સ-કેપીએલનાં આયોજનને લઈ કચ્છના ક્રિકેટરસિકોમાં ભારે
રોમાંચ જોવા મળી રહ્યો છે. - 30 જાન્યુ.થી 7 ફેબ્રુઆરી વચ્ચે જામશે ક્રિકેટ જંગ : ધ પામ લક્ઝરિયસ રેસિડેન્સી,
સુમીટોમો કેમિકલ, પીવીએન, ફૂડ પાર્ટનર કૂક કેટરિંગ, બ્રોડબેન્ડ પાર્ટનર પદમનેટ,
વેન્યૂ પાર્ટનર હિલવ્યૂ રિસોર્ટ, ડેકોર પાર્ટનર
પદમાવતી ડેકોરેટર્સના સહયોગથી આયોજિત હિમ્સ-કેપીએલની ચોથી સિઝન 30 જાન્યુઆરીથી 7 ફેબ્રઆરી દરમિયાન યોજાશે, જેમાં આઠ ફ્રેન્ચાઈઝીની ટીમ વચ્ચે ક્રિકેટ ટીમો
વચ્ચે મુકાબલો જામશે. - આ છે સ્પર્ધામાં
ભાગ લેનારી આઠ ફ્રેન્ચાઈઝી : હિમ્સ-કેપીએલની ચોથી સિઝનમાં એસવીસીટી સ્ટ્રાઈકર્સ, કરણીકૃપા રોયલ્સ, રાજવી
ચેમ્પિયન્સ, એગ્રોસેલ ટાઈટન્સ, બરસાના બ્લાસ્ટર્સ,
પૂર્વી લિજેન્ડ, મસ્કા માસ્ટર્સ અને શ્રીરામ સુપર
કિંગ્સ એમ કુલ આઠ ફ્રેન્ચાઈઝીએ આ વખતે હિમ્સ-કેપીએલમાં જોડાઈ છે. ભુજમાં હાથ ધરાયેલાં ઓક્શનમાં આ આઠ ફ્રેન્ચાઈઝીમાં 243 ખેલાડીને ખરીદવા રસાકસી થઈ
હતી. - તૈયારીનો ધમધમાટ પહોંચ્યો અંતિમ
તબક્કે : શુક્રવારથી હિમ્સ કેપીએલનો આરંભ થઈ રહ્યો
છે, ત્યારે જ્યાં આ આયોજન હાથ ધરાવાનું છે એ જ્યુબિલી
ગ્રાઉન્ડ ખાતે તૈયારીનો ધમધમાટ નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. અગ્રણીઓની ઉપસ્થિતિમાં
આ સ્પર્ધાનો આરંભ કરવામાં આવશે. આયોજન કમિટીના જય સોલંકી, મુકેશ
ગોર, રિતેશ શેઠ, દત્તુ ત્રિવેદીના માર્ગદર્શન
તળે આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.