અંજાર, તા. 28 : દુબઈમાં આયોજિત ગલ્ફ ફૂડ એક્સ્પો માં મળેલી બિઝનેસ બેઠકમાં પશુપાલકો
માટે એક સારો નિર્ણય લેવાયો છે સરહદ ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવતું ગુણવત્તા યુક્ત
પશુઓનું તેમજ ઊંટ નું દૂધ તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે જેના પગલે ખાડીના દેશોમાં
ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય ભાગીદારી દ્વારા ગુજરાતના પશુપાલન
ક્ષેત્ર વૈશ્વિક બજારમાં એક નવી ઓળખ મળશે અને પશુપાલકો માટે નવા અવસરના દ્વાર ખુલવાની
સંભાવના છે. દુબઈમાં વિશ્વના સૌથી મોટા ગલ્ફ
ફૂડ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશ્વભરના 195 દેશ અને 8500 થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા
છે. સરહદ ડેરી ના ચેરમેન વલમજી હુંબલ તથા ડેરીના
પ્લાન્ટ મેનેજર વિશ્વજીત બેનર્જી એ આ એક્સપોમાં ભાગ લઈને અલગ અલગ તો ની મુલાકાત લીધી
હતી. નોવેલ આઈક્રીમના પ્લાન્ટ ના ચેરમેન ખાલી ઈસ્માઈલ મરઝુકી, કો ફાઉન્ડર સાનિજ પીકેએ સરહદ ડેરીના ચેરમેનનેં આઈક્રીમ પ્લાન્ટ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. નોવેલ ફાઇનાન્સ હેડ
શ્રી જાસીન દ્વારા ચેરમેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્લાન્ટની મુલાકાત દરમિયાન
ગુણવત્તા નિયંત્રણ અને આધુનિક ટેકનોલોજી અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી.દુબઈ સ્થિત
ન્યુટ્રીડોર ડેરી મેન્યુફેક્ચારિંગ એલ.આઇ.સી ની મુલાકાત લીધી હતી અને તેમના હેડ ઓફ
ક્વોલિટી એન્ડ આરઍન્ડ ડી સંજય ભટાચાર્યએ પ્લાન્ટની સમગ્ર પ્રક્રિયા અંગે માર્ગદર્શન
આપ્યું હતું તેમજ ઉત્પાદન પ્રક્રિયામાં અપનાવવામાં આવતી અધતન ટેકનોલોજી તેમજ આધુનિક
પેકેજીંગ સિસ્ટમ અંગે માહિતી આપી હતી. આ અંગે સરહદ ડેરીના ચેરમેર વલ્લભજી હુંબલે જણાવ્યું
હતું કે ગલ્ફ ફૂડ એક્સ્પો એ ડેરી ક્ષેત્ર માટે કેન્દ્ર સ્થાન ધરાવે છે અને વૈશ્વિક
પ્લેટફોર્મ પ્રદાન કરે છે નવું બજાર તથા નિકાસની તકો તેમજ નેટવર્કિંગ અને નવા પાર્ટનર
તેમજ ઉદ્યોગ વિકાસ જેવા અનેક લાભો ડેરી ઉદ્યોગને મળે છે. આવનારા સમયમાં દૂધ તથા દૂધની
બનાવટો અને વૈશ્વિક સ્તરે લઈ જઈ શકાય તેમ છે. જુદા જુદા દેશના પ્રતિનિધિઓ સાથે તેમજ
તેમના સ્ટોલની મુલાકાત લઈને વિશ્વસ્તરે ફૂડ ડેરી અને કૃષિની ઉપલબ્ધીઓ અંગે વિસ્તૃત
ચર્ચાઓ કરી હતી બિઝનેસ બેઠકમાં સરહદ ડેરીનું ગુણવત્તા યુક્ત દૂધ હવે ખાડીના દેશોમાં
પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી દ્વારા પશુપાલકોને નવા અવસરોના
દ્વાર ખુલશે તેમ જણાવ્યું હતું આ બિઝનેસ બેઠકમાં ચેરમેન સાથે મેનેજર ઉપરાંત એફપીઓ પ્રોજેક્ટના
સંચાલક અનિલ મહેતા તેમજ દુબઈ સ્થિત જી આર કે સી-જી આર ઓ પી કંપનીના ભારતીય ડિરેક્ટર
અરુણ પિલ્લે ઉપસ્થિત રહ્યા હતા.