ગાંધીધામ, તા. 28 : ગાંધીધામના સર્કલથી લઈને કોટેશ્વર ચાર રસ્તા સુધી 245 દુકાનધારકોને દબાણો દૂર કરવા
માટેની નોટિસ આપ્યા બાદ બુધવારે કોંગ્રેસ મહાનગરપાલિકા પહોંચતી હતી. આ દરમ્યાન કેબીન ધારકોને વૈકલ્પિક જગ્યા આપવાની
ભારપૂર્વક ની માંગ કરવામાં આવી હતી. ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધી ની દુકાનો તેમજ
કેબીનો ને દૂર કરવા માટેની નોટિસ આપ્યા બાદ આ સમગ્ર મામલે હલચલ શરૂ થઈ હતી. બુધવારે
કોંગ્રેસના સંજય ગાંધી, ચેતન જોશી,
ભરતભાઈ સોલંકી,, હકુભા જાડેજા,પૂર્વ નગર સેવક સમીપ જોશી રાજુ શર્મા બીટી મહેશ્વરી કોકીલાબેન ધેડા,
બળુભા ઝાલા, પરબત રબારી, બાબુ આહિર,, મહેશ રામાણી, રેખાબેન
રામાણી તેમજ તેની સાથે ઘણા કેબિન ધારકો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને લોબીમાં
બેસીને રામધૂન બોલાવી હતી અને ત્યાર પછી તમામ લોકો નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈને
મળ્યા હતા અને કેબિન ધારકો ને હટાવતા પહેલા તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી
હતી તેના જવાબમાં આ અંગે દિન દયાલ પોર્ટ ઓથોરિટી અને એસઆરસી સાથે જમીન બાબતે વાતચીત
કરવામાં આવશે તેમ કહ્યું હતું ત્યાર પછી અધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તીખી
ચર્ચા થઈ હતી દરમિયાન 20 કરોડ રૂપિયાના
ખર્ચે માર્ગનું નિર્માણ થવાનું છે. અને હાલના સમયે અહીં દબાણ નડતરરૂપ છે એટલે દૂર કરાવવામાં
આવશે તેવું કહ્યું હતું. વિકાસમાં સાથ સહકાર આપવા અનુરોધ કરાયો હતો. ત્યારબાદ કોંગ્રેસના પ્રતિનિધિઓ મ્યુનિસિપલ કમિશનર
મનીષ ગુરુવાણીને મળ્યા હતા. તેમની સાથે પણ વૈકલ્પિક વ્યવસ્થા બાબતે ચર્ચાઓ થઈ હતી.
મહાનગરપાલિકા કેબીન ધારકો માટે ની જગ્યા અંગે ડીપીએ અને એસઆરસી સાથે ચર્ચાઓ કરશે અને
જમીન મળે તેવા પ્રયાસો કરવામાં આવશે તેમ કહ્યું હતું. આ માર્ગ ઉપર દુકાન તેમજ કેબીન
ધારકો ને ત્રણ દિવસમાં દબાણો હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે દુકાન ધારકોએ પણ તંત્ર
સાથે ચર્ચા કરી હતી. આગામી સમયમાં શું પગલાં
ભરવામાં આવે છે તેના ઉપર સૌની નજર મંડાઈ છે.