• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

કચ્છી પરિવારોના સર્વાંગી વિકાસ માટેના કાર્યો કરવા માટેની કટિબદ્ધતા વ્યકત

અમદાવાદ, તા. 28 : કચ્છી સમાજ અમદાવાદ દ્વારા અમદાવાદ/ ગાંધીનગરમાં વસતા વિવિધ ઘટક સમાજના પદાધિકારીઓ સાથે `કચ્છી સંવાદ સંમેલન' યોજાયું હતું. અમદાવાદમાં સ્થાયી થયેલા વિવિધ ઘટક સમાજોના પદાધિકારીઓએ સહુના સહિયારા પ્રયાસોથી કચ્છી પરિવારજનોના સર્વાંગી વિકાસ માટે કાર્યો કરવા નિર્ધાર કર્યો હતો.  કાર્યક્રમના પ્રારંભે, કચ્છના ધરતીકંપને પચીસ વર્ષ પૂર્ણ થતા ભૂકંપ દિવંગતોની સ્મૃતિમાં બે મિનીટનું મૌન પાડવામાં આવ્યું હતું. કચ્છી સમાજ - અમદાવાદના પ્રમુખ કૈલાશદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમના આયોજનનો મુખ્ય ઉદેશ્ય અમદાવાદમાં વસતા આઠ હજારથી પણ વધુ પરિવારોના પ્રતિનિધિત્વ કરતા વિવિધ ઘટક સમાજોના જોડાણને વધુ મજબુત બનાવવાનો છે.  સમાજના ઉપ-પ્રમુખ અતુલ સોનીએ કચ્છી સમાજની વિવિધ પ્રવૃતિઓની માહિતી આપતાં ભવિષ્યના આયોજનો વિષે જણાવ્યું હતું. હાજર રહેલ ઘટક સમાજોના પદાધિકારીઓએ તેમની સંસ્થા દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓ વિષે માહિતી આપી હતી.  કૈલાશદાન ગઢવીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં એક `િબઝનેશ મીટ'નું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ નિષ્ણાતો દ્વારા કચ્છી ઉદ્યોગ સાહસિકો, વેપારી વર્ગ અને વ્યવસાયિકોને કેન્દ્રીય બજેટ (વર્ષ2026-27)ની છણાવટ સાથે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમના આયોજન માટે કચ્છી જૈન સમાજના અગ્રણી હિરેનભાઈ શાહ અને કચ્છી સમાજના પૂર્વ ખજાનચી હરસુખભાઇ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ - કચ્છી સમાજના સંસ્થાપકો પૈકીના વડીલ એવા ઘનશ્યામભાઈ ઠક્કરે સૌને કચ્છી સમાજની પ્રવૃતિઓમાં જોડાઈ સહકાર આપવાની અપીલ કરી હતી. ઉપ-પ્રમુખ નરશીભાઈ પટેલે સર્વાગી વિકાસ માટે સહુ સાથે મળીને કાર્ય કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી. કચ્છી સમાજ દ્વારા અતુલભાઈ સોનીના કન્વીનર પદે એક ડોક્ટર સેલ અને શ્રી હરસુખ પટેલના કન્વીનર પદે ચાર્ટડ એકાઉન્ટન્ટ તથા પ્રોફેશનલ સેલ રચવાની જાહેરાત કરવામાં આવી હતી,   પ્રમુખ કૈલાશદાન ગઢવી, માનદ મંત્રી ભરત ઓઝા, ઉપપ્રમુખ અતુલ સોની, ખજાનચી મનુભાઈ કોટડીયા, સહ-મંત્રી શૈલેષ કંસારા, કાર્યાલય મંત્રી દિનેશ મહેતા, સંજય રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.  

Panchang

dd