ભુજ, તા. 7 : ભુજ
બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ દ્વારા ટાઉનહોલ ખાતે સરસ્વતી સન્માન, ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. પ્રમુખસ્થાને રાજેન્દ્ર દુબલ,
યુવક મંડળના પ્રમુખ કિશોર લિયા, અતિથિવિશેષ ડો.
ધૈર્ય સોનેજી, ડો. જિતેશ દુબલ, ડો. ભાવિક
મચ્છર, ભુજ જ્ઞાતિ પંચાયતના પ્રમુખ કુંદનભાઇ ટાટારિયા,
મહિલા મંડળના પ્રમુખ દયાગૌરીબેન મચ્છર, માધાપર
મિત્ર મંડળના પ્રમુખ તુષાર મચ્છર, ખજાનચી સ્મિત સોનેજી,
મંત્રી જયંત મચ્છર, સહમંત્રી સુમિત મચ્છર,
વેલજીભાઇ મચ્છર, કાર્યકરો પ્રાણજીવન લિયા,
સાગર નિર્મળ, ભાવિન મણિયાર, મુકુંદ મચ્છર, નીતિન છાટબાર, હિરેન
ગજકંધ, શ્યામ લિયા, અરવિંદ સોનેજી,
પરેશ ગજકંધ, શિવમ મચ્છર, આશિષ રાજાવાઢા, હરેન્દ્ર દુબલ સહિત મંચસ્થોનું સન્માન
કરાયું હતું. દીપ પ્રાગટય બાદ સ્વ. ભવાનભાઇ મચ્છરને સંસ્મરણોમાં વાગોળી પ્રમુખ શ્રી
લિયાએ આવકાર આપ્યો હતો. ધો. એકથી કોલેજ સુધીના પ્રથમ ત્રણમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓનું
સન્માન કરાયું હતું. બાકીના તમામ વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ અપાયા હતા. વર્ષ 2024માં યોજાયેલી વિવિધ હરીફાઇઓના વિજેતાઓનું સન્માન કરાયું
હતું. બાકીના તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામ અપાયા હતા. રાજેન્દ્ર દુબલે પ્રાસંગિક પ્રવચન
આપ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં 40 કૃતિ
રજૂ કરાઇ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારાને ઇનામ અપાયા હતા. કાર્યક્રમનું
સંચાલન ક્રેનિલ છાટબાર તથા આભારવિધિ જયંત મચ્છરે કરી હતી. વ્યવસ્થા જ્ઞાતિના મંડળ તથા
કાર્યકરોએ સંભાળી હતી.